વેક્સિન લીધા બાદ આ વસ્તુનું ખાસ રાખો ધ્યાન, આ કામ કરવાનું ટાળો, ન કરો આ વસ્તુનું સેવન
કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિમાં લોકો ઝડપથી વેક્સિન લગાવી રહ્યાં છે. જો આપે કોરોના વેક્સિન લીધી હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપે વેક્સિન લીધી હોય તો તરત જ કામ પર જવાનું ટાળો, 2થી3 દિવસ સુધી આરામ કરો. 24 કલાક બાદ તેના સાઇડઇફેક્ટ મહેસૂસ થઇ શકે છે. તેથી એકથી 2 દિવસ સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
વેક્સિન લીધા બાદ વર્કઆઉટ અવોઇડ કરવું જોઇએ. બેથી ત્રણ દિવસ સુધી આરામ કરવાનું પસંદ કરો. વર્કઆઉટ કરવાથી હાથનો દુખાવો વધી શકે છે.
વેક્સિન લીધા બાદ ખુદને હાઇડ્રેઇટ રહો. ડાયટમાં ભરપૂર ફળ સામેલ કરો. સબ્જી અને નટસ સામલ કરો. આ રીતની હેલ્ધી લાઇફસ્ટાઇલથી વેક્સિનના સકારાત્મક પરિણામ મળે છે.
નિષ્ણાતોના મત મુજબ વેક્સિન લીધા બાદ સકારાત્મક વિચારસણી રાખવાની પણ સલાહ આપવામાં આવે છે. આ પ્રકારની માનસિકતાથી વેક્સિન શરીર પર સારો પ્રભાવ પાડે છે.