Health Tips: શિયાળામાં અજમાના સેવનના છે અદભૂત ફાયદા, કફજન્ય રોગ દૂર થવાથી સાથે આ રોગનું જોખમ ટળશે
Health Tips:અજમાનો ઉપયોગ અનેક રીતે આપણા રસોડામાં થાય છે. જો કે તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. ચાલો જાણીએ કેવી રીતે સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજમાનો રસોડામાં ઉપયોગ આપણા વ્યંજનનામાં મસાલા તરીકે થાય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. જેના ઉપયોગથી શરદી, ઉધરસ સહિતની કેટલીક બીમારીથી છૂટકારો મળે છે. તો આપ જાણીએ કેવી રીતે તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે. અજમાની પ્રકૃતિ ગરમ છે, જેથી શિયાળીની સિઝનમાં તેના ઉપયોગની સલાહ અપાઇ છે
સામાન્ય રીતે આપણે વઘારમાં આખું જીરૂ, રાય અને મેથીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શિયાળામાં જો અજમા વધારમાં નાખમામાં આવે તો તેના માટે સ્વસ્થ્યને અનેક ફાયદો થાય છે. અજમાનો તડકો ફ્લેવર ફુલ હોવાની સાથે તે સ્વાસ્થ્યપ્રદ પણ છે. દાળ બીન્સમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
ડીપ ફ્રાઇ આઇટમમાં અજમાનો કરો ઉપયોગ :આપને અજમા પસંદ હોય તો આપ ડ઼ીપ ફ્રાય આઇટમમાં પણ અજમા નાખી શકો છો. સમોચા, કચોરી પકાડો, જેવી ડીપ ફ્રાય આઇટમમાં પણ આપ અજમાનો ઉપયોગ કરી શકો છો.
બ્રેડમાં બેકિંગ દરમિયાન:જો આપ મસાલા બ્રેડ, હોલ બ્રેડ વગેરે ઘરમાં બનાવવાનું વિચારતા હો તો અજમાનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત બ્રેડમાં બેકમાં પણ અજમાનો ઉપયોગ કરી શકો છો.
સૂપ અને સ્પાઇસી કરીમાં કરો ઉપયોગ :જો આપને અજમાની ફ્લેવર પસંદ હોય તો આપને આ સૂપ પણ સારૂ લાગશે. અજમાનો ઉપયોગ સ્પાઇસી કરી, ચિકન કરી, કઢાઇ પનીર વગેરેમાં પણ કરી શકો છો. જો આપ સૂપ અને સ્પાઇસી કરી બનાવવા ઇચ્છતા હો તો ગ્રેવીમાં અજમાનો ઉપયોગ કરી શકો છો.