Aloo Paratha Recipe: જરૂરથી ટ્રાય કરો ટેસ્ટી ક્રિસ્પી આલુ પરોઠા, નોંધી લો ફટાફટ આ સરળ રીત
આ સરળ પંજાબી સ્ટાઈલના મસાલેદાર આલૂ પરાઠાની રેસીપી તમને જણાવવા જઈ રહ્યા છીએ તો ફટાફટ નોંધી લો તેની રેસિપી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌપ્રથમ બટાકાને ધોઈને બાફી લો. ત્યારબાદ એક મોટા બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરો અને થોડી વાર ઢાંકીને ફ્રીજમાં રાખો.
હવે ફ્રિજમાંથી કાઢી લો અને તેમાં સમારેલી ડુંગળી, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલા પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરો.
આ બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરો જેથી કોઈ ગઠ્ઠો ના રહે. ડુંગળીને પણ ખૂબ જ ઝીણી કાપવી જેથી પરોઠાને સરખી રીતે વણી શકાય.
ત્યારબાદ એક મોટા મિક્સિંગ બાઉલમાં ઘઉંનો લોટ નાખો. ધીમે ધીમે પાણી ઉમેરીને નરમ લોટ બાંધો. કણકના નાના-મધ્યમ બોલ બનાવો. હવે તેની નાની રોટલી વણી લો. રોટલીમાં બટાકાનું પૂરણ ભરી લો.
ત્યારબાદ બધી બાજુથી કવર કરી તેને ફરીથી ધીમે હાથે વણી લો અને ત્યારબાદ તવી પર થોડું તેલ મૂકી પરાઠાને બંને બાજુ શેકી લો. તો તૈયાર છે ટેસ્ટી ક્રિસ્પી આલુ પરાઠા