Beauty Hacks: પગના તળિયામાં ઘી લગાવવાથી નસકોરા બોલવા સહિતની આ સમસ્યા થશે દૂર
Beauty Hacks: ભોજનના સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો ઘી, શરીર માટે બીજી ઘણી રીતે ફાયદાકારક છે. આજે અમે આપને ત્વચાને લગતા તેના ચમત્કારિક ફાયદાઓ વિશે જણાવીશું. રાત્રે પગના તળિયાને ઘીથી મસાજ કરવાથી.આપના ચહેરા પર નિખાર આવી જાય છે. હા, તમને આ સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ આ સત્ય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપગના તળિયા પર ઘી લગાવવાથી ફાયદો થાય છે,સારી ઊંઘ લેવામાં મદદ કરે છે. પગના તળિયા પર ઘીથી માલિશ કરશે તો તેને સારી ઊંઘ આવશે. જેના કારણે તેના ચહેરા પર પણ ચમક આવી જશે.
પગના તળિયા પર ઘી લગાવવાથી નસકોરાની સમસ્યા પણ દૂર થાય છે.
જો તમને અપચો, ઓડકાર અને પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો પણ તળિયા પર ઘી લગાવવાથી તમને ફાયદો થશે.
માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઘીની માલિશ કરી શકાય છે.સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે,ત્વચાનમાં નિખાર આવે છે. જો આપને ઘી ન ગમે તો જો ઘીના બદલે નારિયેળ તેલ અથવા કોકમ બટરનો પણ ઉપયોગ કરી શકો છો.
દરરોજ રાત્રે સૂતા પહેલા એક વાટકીમાં ઘી લો અને તેને તમારી હથેળીમાં લો અને તળિયાની માલિશ કરો. પગ ગરમ થવા લાગે ત્યાં સુધી તેને ઘસો. બીજા પગના તળિયા પર પણ આનું પુનરાવર્તન કરો અને પછી સૂઈ જાઓ. ઊંઘ સારી આવવાની સાથે ચહેરા પર પણ નિખાર આવશે.