Bad Habit That Kills Sperm Counts: ફર્ટિલિટિને નુકસાન પહોંચાડે છે આ ચીજ,ડાયટમાંથી કરી દો ડિલિટ
એક રિપોર્ટ અનુસાર મહિલાઓમાં ગર્ભધારણ સંબંધિત અડધી સમસ્યાઓ માટે પુરુષોના ખરાબ સ્પર્મ જવાબદાર હોય છે. કેટલાક પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘણી ઓછી હોય છે અને શુક્રાણુઓની ગુણવત્તા નબળી હોય છે. તેને ઓલિગોસ્પર્મિયા કહેવામાં આવે છે. મેયો ક્લિનિક અનુસાર, જો પુખ્ત પુરૂષમાં વીર્યના મિલીલીટર દીઠ 1.5 કરોડથી ઓછા શુક્રાણુઓ હોય તો તેને શુક્રાણુની ઉણપ ગણવામાં આવે છે. આનાથી ઓછા શુક્રાણુઓ ગર્ભાવસ્થા માટે સક્ષમ નથી બની શકતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમસ્યા માટે આહારશૈલી જવાબદાર છે. આપની કેટલી ફૂડ હેબિટ આ સમસ્યાને નોતરે છે.
આલ્કોહોલ-મેયો ક્લિનિક મુજબ, આલ્કોહોલ આપણા એકંદર સ્વાસ્થ્ય માટે દુશ્મન છે. લગભગ દરેક જણ આ જાણે છે. આમ છતાં લોકો દારૂ પીવે છે. જો તમે નાનપણથી જ આલ્કોહોલની ગંદી આદતમાં વ્યસ્ત છો, તો તે મોટા ભાગે તમારી પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડશે. તેથી, જો તમે ઈચ્છો છો કે તમારા પિતા બનવામાં કોઈ સમસ્યા ન આવે તો તો દારૂનું સેવન ન કરો.
સ્ટ્રેસ કે ટેન્શન શુક્રાણુની ગુણવત્તાને બગાડે છે. જો કોઈ પુરુષ ખૂબ જ ભાવનાત્મક તાણમાં હોય છે, તો તેના શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા પર અસર થાય છે. તણાવને કારણે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું ઉત્પાદન ઘટે છે, જેના કારણે શુક્રાણુનું ઉત્પાદન પણ ઘટી જાય છે.
ડ્રગ્સ - શુક્રાણુઓની ગુણવત્તા માટે ડ્રગ્સ એક મોટો ખલનાયક છે. તેનું સેવન પણ ડ્રગ્સની ગુણવતતા ઘટાડે છે.