Lip Care Tips: જાણો ઘરે કેવીરીતે કરવું લિપ સ્ક્રબ,આ છે તેની આસન રીત
મોટા ભાગના લોકો ફાટેલા હોઠની સમસ્યાથી પરેશાન હોય છે. આવી સ્થિતિમાં હોઠને નરમ બનાવવા માટે તમે ઘરે જ લિપ સ્ક્રબ બનાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિપ સ્ક્રબ બનાવવા માટે તમારે એક બાઉલમાં એક ચમચી ખાંડ, અડધી ચમચી મધ અને અડધી ચમચી ઓલિવ ઓઈલ અથવા નારિયેળનું તેલ મિક્સ કરવું પડશે.
જો તમે ઈચ્છો તો તેમાં વિટામીન E કેપ્સ્યુલ પણ ઉમેરી શકો છો. આ બધાને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
આ મિશ્રણને તમારા હોઠ પર 1 થી 2 મિનિટ સુધી લગાવો અને પછી હળવા હાથે મસાજ કરો. થોડીવાર પછી તમારા હોઠને હૂંફાળા પાણીથી ધોઈ લો.
સ્ક્રબ કર્યા પછી તમારા હોઠને સ્વચ્છ કપડાથી સારી રીતે લૂછી લો. તે પછી ચોક્કસપણે લિપ બામ લગાવો. તમે બે થી ત્રણ વાર લિપ સ્ક્રબ લગાવી શકો છો.
આ બધા સિવાય તમે ઘરે મધ અને તજ, લીંબુનો રસ અને ખાંડ, કોફી અને મધનું સ્ક્રબ પણ તૈયાર કરી શકો છો.