અન્ડર આર્મ્સની કાળાશથી પરેશાન છો? આ સરળ ઘરેલુ નુસખા અજમાવી જુઓ, સ્કિનની ડાર્કનેસ થશે દૂર

પ્રતીકાત્મક

1/10
ખાસ કરીને ગરમીની સિઝનમાં સ્લિવલેસ બ્લાઉઝ, ટીશર્ટ, ગાઉન શોર્ટસ પહેરવાનું પ્રીફર કરે છે. જો કે અન્ડર આર્મ્સની કાળાશના કારણે સંકોચ અનુભવે છે.
2/10
આ કાળાશ શરીરમાં હોર્મન્સ અસંતુલન, ફંગલ ઇન્ફેકશન, તાપમાં વધુ સમય રહેવાથી અથવા હેર રીમૂવર ક્રિમની સાઇડ ઇફેક્ટના કારણે થઇ શકે છે.
3/10
આજે અમે આપને એવી ટ્રીક બતાવીશું જેનાથી આપ અન્ડર આર્મની કાળાશને દૂર કરી શકો છો. બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને સ્ક્રર્બ કરો ડેડ સ્કિન હટી જશે અને કાળાશ દૂર થશે.
4/10
ચંદન પાવડરમાં ગુલાબ જળ મિક્સ કરીને બગલ, ગરદન, કોણી પર થોડો સમય માલિશ કરો. અડધા કલાકની માલિશ બાદ સાફ કરી લો.
5/10
શરીરમાં કોઇ પણ જગ્યાની કાળાશને દૂર કરવા માટે આપ હળદરમાં દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ લગાવવાથી પણ ધીરે ધીરે કાળાશ દૂર થશે,
6/10
બદામનો ઉપયોગ કેટલીક કોસ્મેટિક પ્રોડક્ટમાં થાય છે, આપ પણ પાંચથી આઠ બદામ ઘસીને એક ચમ્મચ દૂધ પાવડર અને મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી દો.
7/10
લીંબુ એક બેસ્ટ પ્રાકૃતિક બ્લીચ છે.રોજ સવારે ન્હાતા પહેલા અન્ડર આર્મ્સ,ગરદન, કોણી પર રગડો, નિયમિત આ પ્રયોગથી ધીરે ધીરે કાળાશ દૂર થશે.
8/10
શરીરમાં અન્ડર આર્મ સહિતની કોઇ પણ જગ્યાએ કાળાશ દૂર કરવી હોય તો બટાટાની ક્રશ કરીને તેને લગાવવાથી પણ કાળાશ દૂર થાય છે.
9/10
અન્ડર આર્મ્સની કાળાશ દૂર કરવા માટે આપ એલોવેરાનો પણ ઉપયોગ કરી શકો છો. એલોવેરાના જેલને લગાવવાથી પણ કાળાશ દૂર થાય છે.
10/10
કડવા લીમડાના પાનનું પેસ્ટ બનાવી લો, આ પેસ્ટની કાળી થઇ ગયેલી સ્કિન પર લગાવો, થોડા દિવસમાં જ ત્વચાની કાળાશ દૂર થશે.
Sponsored Links by Taboola