Beetroot for Skin: સ્કિનની ખૂબસૂરતી વધારે છે બીટ, આ રીતે કરો ઉપયોગ
બીટરૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીટનો જ્યુસ નિયમિત પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તે વજન ઘટાડે છે અને શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. ઉપરાંત, બીટરૂટ ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીટરૂટનો ઉપયોગ કરવાથી કરચલીઓ અને ફાઈન લાઈન્સની સમસ્યા દૂર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે, બીટના રસને નિયમિતપણે ચહેરા પર લગાવીને માલિશ કરો. તેનાથી ઘણો ફાયદો થશે(Photo - Freepik)
ત્વચા પર ચમક મેળવવા માટે મધ અને બીટનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. (Photo - Freepik)
ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવા માટે બીટરૂટમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. આનાથી ઘણો ફાયદો થશે. . (Photo - Freepik)
હોઠની સુંદરતા વધારવા માટે બીટની પેસ્ટમાં ખાંડ મિક્સ કરો. હવે તેને હોઠ પર સ્ક્રબની જેમ લગાવો. તેનાથી હોઠની સુંદરતામાં વધારો થશે(Photo - Freepik)
ડાઘ-ધબ્બાની સમસ્યા દૂર કરવા માટે બીટરૂટ અને એલોવેરામાંથી તૈયાર કરેલો માસ્ક ચહેરા પર લગાવો. (Photo - Freepik)
ખીલની સમસ્યાને ઓછી કરવા માટે બીટરૂટ અને હળદર પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચાનો સોજો પણ ઓછો થશે. . (Photo - Freepik)