Benefits Of Plums: મોનસૂનમાં આવતું આ રસદાર ફળ ગુણોનો છે ભંડાર, જાણો સેવનથી શું થાય છે ફાયદા
Benefits Of Plums: મોનસૂનમાં આવતું ફળ પ્લસ અનેક ગુણોથી ભરપૂર છે. આ ફળને જુદા જુદા વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખાય છે. જલદાળુ, રાસબેરી અને અંગ્રેજીમાં તેને પ્લમ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દીમાં આ ફળને આલુબુખારા કહે છે. તેમાં જરૂરી પોષક તત્ત્વો જેમ કે મિનરલ્સ અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્લમમાં વિટામિન-K અને B6 ભરપૂર માત્રામાં છે. આ વિટામિન તમારી આંખો અને ત્વચા માટે સારા માનવામાં આવે છે. પ્લમને ખાવાથી આંખોની રોશની વધારી શકાય છે.
સ્થૂળતા એ આજના સમયની ગંભીર સમસ્યા છે. પ્લમાં ખૂબ જ ઓછી માત્રામાં કેલરી જોવા મળે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે મોનસૂનમાં આવતાં આ રસદાર ફળનું મનભરીને સેવન કરી શકો છો.
પ્લમ જ નહીં, તેની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. છાલ સાથે સેવન કરવાથી સ્તન કેન્સરથી બચી શકાય છે. એટલું જ નહીં, તે કેન્સર અને ગાંઠના કોષોના વિકાસને રોકવામાં પણ મદદ કરી શકે છે.
પ્લમુનું સેવન પાચનતંત્રને સુધારવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે પ્લમમાં આઇસેટિન અને સોર્બિટોલ હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. આ સાથે પ્લમના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પ્લમનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે, પ્લમમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.