Place To Visit In October: ઓક્ટોબરમાં અહીં રહે છે ખુશનુમા વાતાવરણ, બનાવો વીકએન્ડમાં ફરવાનો પ્લાન
October Tour: પ્રવાસ માટે ઓક્ટોબર શ્રેષ્ઠ મહિનો છે. આ મહિને તમારે હિલ સ્ટેશન પર જવાનું હોય કે પછી બીચ પર ફરવાનું પ્લાનિંગ હોય, હવામાન ખુશનુમા હોય છે. તમે ઓક્ટોબરમાં આ સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHill Station And Beaches In October: ઓક્ટોબર વેધરની દષ્ટીએ બેસ્ટ છે. તો ટૂર કરવા માટે પણ આ માસ ઉત્તમ છે. આપ અહીં ફરવાનું પ્લાન કરી શકો છો.
મહાબળેશ્વર- ઓક્ટોબર મહિનામાં તમે મહારાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશન મહાબળેશ્વરની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. અહીં તમે મેપ્રો ગાર્ડન, વેન્ના લેક, લિંગમાલા વોટર ફોલ્સ સુધીના ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
પંચગની- પંચગની મહાબળેશ્વરથી માત્ર 14 કિલોમીટર દૂર છે. આ હિલ સ્ટેશન સતારા જિલ્લામાં આવે છે. આપ સનસેટ પોઈન્ટ, અહીંના સ્થાનિક ગામડા અને નજીકના રાજા મહારાજાઓના કિલ્લાઓની પણ મુલાકાત લઈ શકો છો.
કુન્નૂર- કુન્નૂર તમિલનાડુનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અહીંની સુંદર ખીણો કોઈપણનું મન મોહી લે છે. એક વાર આપ કુન્નુર આવી જાય પછી અહીંથી જવાનું મન થતું નથી. ઊટી પણ અહીંથી ખૂબ નજીક છે.
પચમઢી - મધ્યપ્રદેશનું એકમાત્ર હિલ સ્ટેશન, પચમઢી હોશંગાબાદ જિલ્લામાં આવે છે. ઓક્ટોબરમાં અહીં ગાઢ હરિયાળી અને અદભૂત પાણીના ધોધ જોવા મળે છે. તમે અહીં પુરાતત્વીય ગુફાઓની પણ મુલાકાત લઈ શકો છો
દમણ દીવ- જો તમને હિલ સ્ટેશન પસંદ ન હોય તો તમે બીચ પર જવાનો પ્લાન બનાવી શકો છો. ઓક્ટોબર મહિનામાં દમણ દીવનું વાતાવરણ ખુશનુમા રહે છે. અરબી સમુદ્રમાં સ્થિત, તે ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે જે તેના શાંત અને અદભૂત દરિયાકિનારા માટે જાણીતો છે.