Beauty secret: ભાગ્યશ્રીની 54 વર્ષની ઉંમરે પણ ગ્લોઇંગ સ્કિનનું રાજ છે આ સ્કિન કેર રૂટીન, એક્ટ્રેસે કર્યું શેર
મૈંને પ્યાર કિયાથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર ભાગ્યશ્રીની 54 વર્ષની ઉંમરે પણ સ્કિન ગ્લો કરે છે. જાણીએ તેનું બ્યુટી સિક્રેટ અને સ્કિન કેર રૂટીન શું છે
તસવીર ઇન્સ્ટામાંથી
1/7
સલમાન ખાન સાથે ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર ભાગ્યશ્રી 54 વર્ષની થઈ ગઈ છે પરંતુ તેની સ્કિન આજે પણ 25 વર્ષની હતી ત્યારે દેખાતી તેવી જ ટાઇટ અને ગ્લોઇગ દેખાય છે. ભાગ્યશ્રી સ્કિન કેરનું સમગ્ર રૂટીન શેર કર્યું છે.
2/7
ભાગ્યશ્રી તેની ત્વચાને ફ્લોલેસ બનાવવા માટે મધ અને દૂધનો ઉપયોગ કરે છે. તે તેના ચહેરા પર મધ અને દૂધનો ફેસ પેક લગાવે છે.
3/7
ભાગ્યશ્રી તેની ત્વચાને એક્સ્ફોલિયેટ કરવા માટે કોફી સ્ક્રબ અથવા ઓટ્સથી બનેલા સ્ક્રબનો ઉપયોગ કરે છે. અઠવાડિયામાં એકવાર ચહેરાને એક્સ્ફોલિયેટ કરવો જોઈએ. ચહેરા માટે સ્ક્રબ ખૂબ જ જરૂરી છે, સ્ક્રબ કરવાથી ચહેરા પર હાજર બ્લેકહેડ્સ પણ દૂર થાય છે
4/7
ઓટ્સમાં એન્ટીઑકિસડન્ટ અને સોજા વિરોધી ગુણધર્મો હોય છે, તેથી જ્યારે તમે ઓટ્સ સ્ક્રબનો ઉપયોગ કરો છો, ત્યારે તમારો ચહેરો નેચરલી ગ્લો કરશે.
5/7
તે ઘરે ચણાના લોટથી પોતાનો ચહેરો ક્લિન કરી શકો છો. ક્યારેક તે ચણાના લોટમાં દૂધ મિક્સ કરીને ચહેરો સાફ કરે છે.
6/7
ભાગ્યશ્રી બજારમાં મળતા ફેસ પેકને બદલે ઘરે જ બનાવે છે.ભાગ્યશ્રી હળદર, દૂધમાં મુલતાની મિટ્ટી મિક્સ કરીને પેક બનાવે છે, જેને ચહેરા પર લગાવવાથી સ્કિન ગ્લોઇંગ બને છે.
7/7
આ સિવાય ભાગ્યશ્રી પોતાના ચહેરાને ક્રીમથી મસાજ પણ કરે છે. ક્રીમથી ચહેરાની માલિશ કરવાથી ચહેરો મોઈશ્ચરાઈઝ થાય છે.
Published at : 28 Jun 2023 07:09 AM (IST)