ગુણોનો ભંડાર છે કડવા કારેલા, ડાયટમાં અવશ્ય કરો સામેલ, થશે સ્વાસ્થ્યલક્ષી અનેક ફાયદા
કડવા કારેલા અનેક ગુણોથી ભરપૂર છે. કારેલા બ્લડ શુગરને નિયંત્રિત રાખતું હોવાથી ડાયાબિટીસના દર્દઓ માટે ઔષધ સમાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે લોકો વેઇટ લોસ કરવાના મિશન પર છે તેના માટે પણ કારેલાનું સેવન કારગર છે કારણ કે કારેલા કારેલા અને ફેટને ઓછું કરે છે. કારેલા નવા વસાની કોશિકાના વિકાસને રોકે છે.
કારેલા એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર છે. જે શરીરના રેડિકલ નુકસાનથી લડવામાં મદદ કરે છે.
કારેલાના સેવનથી કેન્સરનું જોખમ પણ ટળે છે કારણ કે કારેલામાં એન્ટી ટ્યુમર અને એન્ટી કેન્સરના ગુણો પણ છે, કારેલા બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલસ, પ્રોસ્ટેટ કેન્સરના જોખમને પણ ઓછું કરવામાં કારગર છે.
કારેલાના સેવનથી આંખોની રોશની પણ વધી છે. દષ્ટી સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.
કારેલા એક ડિટોક્સ ડ્રિન્કનું કામ કરે છે, કારેલા બ્લડને શુદ્ધ કરે છે. કારેલા એન્ટીઓક્સિડન્ટ સહિતના ગુણોથી ભરપૂર હોવાથી વાળ અને ત્વચાની સુંદરતા માટે પણ કારગર છે.