Butter milk Benefits :ગરમીમાં આ સમયે છાશ પીશો તો પાચન દુરસ્ત થવાની સાથે સ્કિન પણ બનશે ગ્લોઇંગ
છાશના ઉપયોગથી ગેસની સમસ્યામાં રાહત મળે છે. આ સાથે તે પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે. એટલા માટે ડૉક્ટરો પણ ઉનાળામાં તેનું સેવન કરવાની સલાહ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછાશનેસવારે ખાલી પેટ અથવા ભોજન સાથે પણ પી શકો છો. તેનાથી સ્કિન ગ્લોઇંગ બને છે. તમારા ભોજનમાં આનો સમાવેશ કરવો એ એક સારો વિકલ્પ હોઈ શકે છે.ભોજન બાદ પીવાથી ખાધેલું વ્યવસ્થિત પચવામાં મદદ કરે છે.
છાશમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, તેથી તે હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક છે અને તેને મજબૂત બનાવે છે.
તેમાં જોવા મળતું ફોસ્ફરસ પણ દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સાથે કેલ્શિયમ દાંતને મજબૂત કરવાનું કામ કરે છે.
તેના સેવનથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. ઉનાળામાં તેનું સેવન કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
શરીરને ડિટોક્સ કરવા માટે પણ તેનું સેવન કરી શકાય છે. તે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે.