લેધરની વસ્તુઓના આપ શોખીન છો? તો તેની દરેક સિઝનમાં આ ટિપ્સથી કરો જાળવણી
ઋતુ શિયાળાની હોય કે પછી ઉનાળાની લેધની બેગ પર્સ કે આઉટફિટ દરેક વસ્તુ ખાસ સાર સંભાળ માંગી છે કારણ કે તે ખૂબ જ જલ્દી ખરાબ થઇ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમે આપને લેધરના પર્સ, બેગ, જેકેટ અને જૂતા ચંપલની કેવી રીતે સારસંભાળ લેવી તેની કારગર ટિપ્સ બતાવીશું.
જો લેધરની વસ્તુમાં ખરાબ થઇ જાય કોઇ ડાધ લાગી જાય તો તેને સૂકા કપડાથી લૂછીને સવારના કુમળા તાપમાં હવા આવતી હોય તેવી જગ્યા પણ મૂકી દો.
લેધરની કોઇપણ આઇટમને આપ આકરા તાપમાં ન સૂકવો, આકરા તાપથી લેધરની વસ્તુ સંકોચાય જાય છે. એન્ટી સેપ્ટીક લિકવિડનો ઉપયોગ લેધર આઇટમ સાફ કરવા માટે કરી શકાય છે. આવુ કરવાથી બેક્ટેરિયા નથી થતાં.
લેધરની વસ્તુની ક્વોલિટી જાળવવા માટે તેને પોલિશ જરૂર કરો. લેધર જેકેટને ક્યારે પેક કરીને ન મૂકો પરંતુ હેગરમાં ટાંગની જ રાખો.
જો આપની લેધર આઇટમમાં ફંગસ થઇ ગઇ હોય તો તેને તરત જ એન્ટીસેપ્ટિક લિકવિડથી સાફ કરો. લેઘરની વસ્તુને લાંબા સમય સુધી સ્ટોર ન કરો તેને સમયાંતર બહાર કાઢો.
લેધર શુઝ કે અન્ય વસ્તુઓને સ્ટોર કરતી વખતે સિલિકોન જેલના પાઉચ અવશ્ય મૂકો તેના કારણે તે લાંબા સમય સુધી ફ્રેશ જ રહે છે.