એરંડાના તેલ છે સૌદર્યવર્ધક ગુણોથી ભરપૂર, આ રીતે ઉપયોગ કરવાથી વાળ અને સ્કિનની દરેક સમસ્યાથી મળશે છુટકરો
એરંડાના તેલ છે સૌદર્યવર્ધક ગુણોથી ભરપૂર, આ રીતે ઉપયોગ કરવાથી વાળ અને સ્કિનની દરેક સમસ્યાથી મળશે છુટકરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરંડા તેલ એટલે કે કેસ્ટર ઓઇલમાં એન્ટીબેકટરિયલ અને સોજો વિરોધી ગુણધર્મ છે. એરંડા તેલ સ્કિન માટે વરાદાનરૂપ છે.
એરંડાના તેલનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ઘણા ફાયદા થાય છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય સહિત સૌંદર્ય વધારવામાં ખાસ કરીને વાળ માટે ખૂબ જ અસરકારક સાબિત થયો છે. તેની મુખ્ય લાક્ષણિકતા એન્ટી-બેક્ટેરિયલ અને સોજા વિરોધી ગુણધર્મોના કારણે છે.
વાળને સ્મૂધ અને ગ્લોઇંગ બનાવવા તેનો ઉપયોગ કરી શકાય છે ઉપરાંત ખરતા વાળની સમસ્યામાં પણ આ તેલનો ઉપયોગ કરીને માત્ર 10 દિવસમાં વાળ ખરતા અટકાવી શકાય છે. માથામાં તેલથી માલિશ કરવાથી નવા વાળ આવવા લાગે છે. વાળને જાડા, લાંબા અને મજબૂત બનાવવામાં આ તેલ ખૂબ જ અસરકારક છે.
સ્વચ્છ ત્વચા માટે 50 મિલી બદામ અને અખરોટનું તેલ અને 25 મિલી એરંડાનું તેલ મિક્સ કરીને રાખો. ત્યાર બાદ દરરોજ ચહેરા પર 8-10 ટીપાં નાખીને મસાજ કરો. 5 મિનિટ પછી ચહેરો ધોઈ લો. ચહેરા પર હાજર બ્લેક હેડ્સને ખતમ કરીને તેને ચમકદાર બનાવશે. જો કે, તૈલી ત્વચાવાળા લોકોએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
એરંડાના તેલના અન્ય ફાયદાઓ ખાલી પેટે એક ચમચી એરંડાના તેલનો ઉપયોગ નાના અને મોટા આંતરડાને સક્રિય કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. પેટ ફૂલવું અને ગેસની ફરિયાદમાં એરંડાનું તેલ ગરમ કરીને પેટ પર માલિશ કરો. તે શરીરની ચરબી ઓગળવામાં અને પેટને ઓછું કરવામાં મદદ કરશે. માથાનો દુખાવો થવા પર એરંડાના તેલથી માલિશ કરવાથી સમસ્યા દૂર થાય છે.
આ સિવાય તેનો ઉપયોગ કરવાની બીજી રીત એ છે કે તેને ખાવાના સોડામાં મિક્સ કરીને ઘસવાથી ડાર્ક સ્પોટ્સનો રંગ હળવો થઈ જાય છે. એરંડાનું તેલ એજિંગ એજન્ટ પણ છે. કોટનને પલાળી રાખવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જ્યારે સૂતા પહેલા પોપચા પર અને આંખની આસપાસ ઉપયોગ કરવામાં આવે ત્યારે આંખની એલર્જી સામે રક્ષણ આપે છે.