ડાયાબિટીસના દર્દી માટે કોથમીર છે રામબાણ ઇલાજ, આ રીતે કરો નિયમિત સેવન
હેલ્થ:સ્વસ્થ જીવનમાં આહાર શૈલીનો મહત્વનો રોલ હોય છે. પૌષ્ટિક આહારથી જ સ્વાસ્થ્યનું જતન કરી શકાય છે. રિસર્ચમાં પણ સાબિત થયું છે કે, પૌષ્ટિક આહાર દ્રારા જ રોગપ્રતિકારક શક્તિને વધારી શકાય છે અને રોગોથી દૂર રહી શકાય છે. ડાયાબિટીસની બીમારીમાં પણ આહાર શૈલીનું ખૂબ જ મહત્વ છે. ડાયાબિટીસના દર્દી માટે પણ પોષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી બને છે.જેનાથી ડાયાબિટીસની ખરાબ અસરથી બચી શકાય છે અને બ્લડમાં શુગરના લેવલને નિયંત્રિત કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાન્ય રીતે રસોડામાં મળતા કેટલાક ખાદ્ય પદાર્થ પણ ડાયાબિટીસના દુષ્પ્રભાવનને રોકે છે. ડાયાબીટીસના દર્દી માટે કોથમીર આવો જ રામબાણ ઇલાજ છે.
ડાયાબિટીસમાં બ્લડમાં અનિયંત્રિત શુગર લેવલ દર્દી માટે ઘાતક સાબિત થાય છે. ઇન્સુલિનનું અસંતુલનના જોખમી છે. આ સ્થિતિમાં ડાયાબિટીશના દર્દીએ ખાવાપીવામાં કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. ડાયાબિટીસને માત્ર દવાથી કન્ટ્રોલ નથી કરી શકાતું પરંતુ તેના માટે યોગ્ય આહાર શૈલી પણ એટલી જ જરૂરી છે.
કોથમીરમાં એક ઓછું ગ્લાઇસેમિક ધરાવતું ફૂડ છે. કોથમીરમાં માત્ર 33 ઇન્ડેક્સ છે. ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખાદ્ય પદાર્થમાં કાર્બોહાઇડ્રેટની માત્રાને માપવાનું એક માધ્યમ છે. આ ઇન્ડેક્સથી દ્વારા જાણી શકાય છે કે, પદાર્થ બ્લડ શુગર લેવલ પર કેવી અસર કરે છે. કોથમીરથી જીઆઇ લેવલવાળા પદાર્થને બચાવવામાં સરળતા રહે છે. આ સિવાય ધાણાભાજીમાં ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે બ્લડમાં શુગર લેવલને ઓછું કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -