Health Tips: વેઇટ લોસની સાથે આ રોગમાં પણ કારગર છે દહીંનું સેવન, બસ આ મસાલા સાથે કરો સેવન
દહીંમાં હાજર પ્રોટીન અને કેલ્શિયમ સ્થૂળતા ઘટાડે છે. વજન ઘટાડવા માટે દહીંનું સેવન કરો તો તેમાં ખાંડને બદલે મરી અથવા રોક સોલ્ટ નાખો. દહીંમાંથી બનેલી છાશ પણ વજન ઘટાડવામાં મદદરૂપ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળામાં શરીરની ગરમી દૂર કરવા માટે દહીં ખાવાથી ફાયદો થાય છે. દહીંમાં ઠંડકની અસર હોય છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખવાનું કામ કરે છે, સાથે જ પેટની ગરમીને પણ દૂર કરે છે.
પ્રોબાયોટીક્સ એટલે કે દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે જે લીવર માટે ફાયદાકારક છે.
દહીં ખાવાનો ફાયદો એ પણ છે કે, તેનાથી મનને આરામ મળે છે અને તણાવ ઓછો થાય છે. દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારા છે, તે મનને શાંત કરવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
જે લોકોને ભૂખ ઓછી લાગે છે અથવા કંઈપણ ખાવાનું મન થતું નથી, તેમને હંમેશા દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીંમાં મરી મિકસ કરીને ખાવાથી ભૂખ વધે છે અને પાચન શક્તિ વધે છે.
દહીંમાં મોજૂદ પોષકતત્વ શરીરની ઊર્જા અને સ્ટેમિના વધારે છે. શારિરીક નબળાઇને દૂર કરવા માટે દહીં એક સુપરફૂડ છે.