Dark Circles: ચહેરાના સૌંદર્યમાં બાધક બનતા ડાર્ક સર્કલને ઘરેલુ ઉપાયથી કરી શકશો દૂર
જો આપ 'ડાર્ક સર્કલ'થી પરેશાન છો, તો કેટલાક ઘરેલું ઉપાય જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી તેનાથી છુટકારો મેળવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંખોની નીચેની ત્વચા સંવેદનશીલ હોય છે અને તે ઝડપથી પિગમેન્ટેશનનો શિકાર બને છે. ઉંમર વધવાની સાથે ત્વચા ઢીલી પડવા લાગે છે અને તેની અસર આંખોની નીચેની ત્વચા પર વધુ જોવા મળે છે. કોલેજનની ઉણપને કારણે ત્વચા કાળી થવા લાગે છે અને આંખોની નીચેની ત્વચા ઝડપથી કાળી થવા લાગે છે. કેટલાક ઘરેલુ નિયમિત ઉપાયથી આપ તેને દૂર કરી શકો છો.
કાકડી: કાકડીની સ્લાઇસને ઠંડી કરીને તમારી આંખો પર 10-15 મિનિટ સુધી રાખવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે. કાકડીમાં સોજા વિરોધી ગુણ છે. તેમજ તે ડાર્ક સર્કલને પણ દૂર કરશે
ટી બેગ્સ: ગ્રીન ટીને પાણી સાથે ગરમ કરો બાદ ગાળીને તેને આઇસ ટ્રેમા ભરી દો. તેનો બરફ થયા બાદ એક કપડામાં લપેટીને તેનો શેક કરો. આ ટિપ્સથી આંખોની આસપાસનો સોજો અને કાળાશ બને દૂર થશે
કોલ્ડ કોમ્પ્રેસ: આંખોની આસપાસના ડાર્ક સર્કલ અને સોજાને ઘટાડવા માટે ઠંડા પાણીમાં ડુબાડેલા ટુવાલનો પણ ઉપયોગ કરી શકો છો
ગુલાબજળ: 10-15 મિનિટ માટે આંખો પર ગુલાબજળ લગાવો. ગુલાબજળ ત્વચા પર ઠંડકની અસર છોડે છે. તે આંખોની આસપાસ સોજા અને ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરી શકે છે.
ટામેટા અને લીંબુનો રસ: ટામેટા અને લીંબુનો રસ લગાવવાથી પણ આંખોની નીચેના ડાર્ક સર્કલ ઓછા થઈ શકે છે. બંનેને સમાન માત્રામાં મિક્સ કરો અને રૂની મદદથી આંખોના કાળા ભાગ પર લગાવો અને 10-15 મિનિટ સુધી રહેવા દો, પછી પાણીથી ધોઈ લો. ટામેટાના રસમાં લાઇકોપીન હોય છે. તે એન્ટીઑકિસડન્ટ છે, જે ત્વચાના કાળા રંગને ઘટાડવામાં મદદ કરે છે.
બદામનું તેલ: તમારી આંખોની નીચે બદામના તેલના થોડા ટીપાં લગાવો અને થોડીવાર હળવા હાથે મસાજ કરો. બદામના તેલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણ છે કે તેઓ ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરી શકે છે.