Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કેન્સરના ખતરાને ઓછો કરવો છે તો આ સુપરફૂડ્સને ડાયટમાં કરો સામેલ
આપણે જાણીએ છીએ કે કેન્સર એક જીવલેણ ગંભીર બીમારી છે. શું તમે જાણો છો કે ભારત વૈશ્વિક સ્તરે સૌથી વધુ કેન્સર મૃત્યુદર ધરાવે છે. ચિંતાનો વિષય એ છે કે ભારત એ દેશોમાં સામેલ થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં આ ભયંકર બીમારીથી બચાવ એ જ શ્રેષ્ઠ રસ્તો છે. કેટલાક રિસર્ચનું તારણ છે કે, એવા અનેક ફૂડ છે. જે કેન્સર વિરોધી ગુણઘર્મો ધરાવે છે. જે ખાવાથી આપણે આ ઘાતક રોગથી બચી શકીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલાક ખોરાક કુદરતી રીતે એવા હોય છે, જે એન્ટીઑકિસડન્ટસથી ભરપૂર હોવાની સાથે એન્ટી ઇમ્ફલામેટરી ગુણધર્મ ધરાવે છે. આ ગુણઘર્મો ઘરાવતા ફૂડ એન્ટી કેન્સર ફૂડ કહી શકાય.
ટામેટામાં મોજૂદ લાઇકોપીન અને અન્ય તત્વ એડ્રોમેટ્રિયન, લંગ્સ, પ્રોટેસ્ટ અને સ્ટમક કેન્સર રોકવામાં મદદ કરે છે.
અખરોટ પ્રોટીનનો ઉતમ સોર્સ છે. અખરોટ એન્ટી ઓક્સિડન્ટસનો પણ ખજાનો છે. જે કેન્સર સેલ્સને એકઠા થતાં રોકે છે. અખરોટ કેન્સર ટ્યૂમરને બનતા રોકે છે. અખરોટ પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે.
હળદર કેન્સર રોકવામાં ઘણી હદ સુધી કારગર છે, આ કારણે, કેટલાક કેન્સરમાં તેનો ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે. હળદર કેન્સરની કોશિકાના વિકાસને રોકે છે.
ગ્રીન ટી, પણ ફુલ ઓફ એન્ટીઓક્સિડન્ટસ છે, એટલા માટે તેને એન્ટી કેન્સર ડ્રિન્ક પણ કહેવાય છે. ગ્રીન ટી લીવર,બ્રેસ્ટ, પૈનક્રિયાજ, ફેફસા અને સ્કિન કેન્સર રોકવામાં મદદ કરે છે.
લસણમાં એલિયમ સંયોજન હોય છે. જે શરીરમાં કેન્સર વિરોધી એક્ટિવિટિ કરે છે, આટલું જ નહિ. જે ખાદ્ય પદાર્થો અથવા પ્રદૂષણના કારણે શરીરમાં નાઈટ્રોસામાઈન ઉત્પન થાય છે, તેની અસરને આ લસણનું સંયોજન ઘટાડે છે. જર્નલ ઓફ એનાલિટીકલ બાયોકેમિસ્ટ્રીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, નાઈટ્રોસામાઈન કેન્સરના જોખમને વધારે છે.