આ 4 પ્રકારના પાન સ્વાસ્થ્યને પહોંચાડે છે જબરદસ્ત ફાયદો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
આ 4 પ્રકારના છોડના પાંદડા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.તુલસીના પાનનુ સેવન કે ઉકાળો વાયરલ અને બેક્ટેરિયલ ચેપમાં રાહત આપે છે.
લીમડાના પાનમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ઘા, ફોડલી, બળતરા વગેરેને દૂર કરે છે. તેના પાંદડા શરીરને ફંગલ, વાયરલ અને બેક્ટેરિયલ ચેપથી બચાવવા માટે કામ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ લીમડાના પાનનું સેવન કરવું જોઈએ અથવા તેનો રસ પીવો જોઈએ. આ પાંદડા ચાવવાથી મોંમાં દુર્ગંધ સહિતની સમસ્યા દૂર થાય છે
નાગર વેલના પાનનું સેવન ઇન્ફેકશનાં ઓષધ સમાન છે. કોઇ ઘા પર તેને પીસીને બાંધવાથી રૂઝ જલ્દી આપી જાય છે. શરદીન અને ગળાના ઇન્ફેકશનમાં તેની ચાવીને ખાવાથી ઇન્ફેકશન દૂર થાય છે.
બારમાસીના પાંદડા ડાયાબિટીસ, કેન્સર, ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓની શક્યતાને ઘટાડી શકે છે. તેમાં રહેલા તત્વો શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.