ઘરના પૂજા સ્થાનમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ થઇ શકે છે નુકસાન
પૂજાઘરની ઉપર ક્યારેય કોઇ વસ્તુ ન રાખવી જોઇએ. આ પ્રકારની ભૂલ કરવાથી ધનનો વ્યય થાય છે અને બરકત નથી રહેતી. ઉપરાંત પૂજાની વધેલી સામગ્રી પણ ક્યારેય પૂજા ઘરમાં ન રાખવી જોઇએ. આવું કરવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘરના મંદિરમાં ક્યારેય મોટી સાઇઝની મૂર્તિ ન રાખવી જોઇએ. તેનાથી ગૃહસ્થ જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડે છે તેમજ ઘરમાં કંકાસનું વાતાવરણ સર્જાઇ છે.મંદિરમાં એક જ ભગવાનની એકથી વધુ મૂર્તિ અને એકથી વધુ શંખ ન રાખવા જોઇએ.
પૂજાઘરમાં ક્યારેય મૃતક પરિજનની તસવીર ન રાખવી જોઇએ. ભગવાન સાથે મૃતક પરિજનને સ્થાન આપવાથી પણ વાસ્તદોષ સર્જાઇ છે. મૃતક પરિજનની તસવીર મંદિરના બદલે ઘરની દક્ષિણ દિવાલ પર રાખવી જોઇએ. તેનાથી પિત્તૃ પ્રસન્ન થાય છે.
ઘરમંદિરમાં ક્યારેય સૂકાઇ ગયેલા ફૂલ ન રાખવા જોઇએ. તાજા ખીલેલા ફુલો ઘર મંદિરમાં અર્પણ કરવાથી ઘરમાં સકાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે. સૂકા ફૂલોથી નેગેટિવ ઊર્જા ઉત્પન થાય છે અને વાસ્તુદોષ સર્જાઇ છે. આર્થિક નુકસાન, લગ્નમાં વિલંબની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
જો ઘરમાં શિવલિંગ સ્થાપિત હોય તો તેના નિયમો જળવવા જરૂરી છે. શિવલિંગ સ્થાપિત કર્યાં બાદ નિયમિત તેની પૂજા થવી આવશ્યક છે. શિવલિંગને ક્યારેય અપૂજ ન રાખી શકાય
- - - - - - - - - Advertisement - - - - - - - - -