Best Drink For Cholesterol: આ 5 ડ્રિન્કનું સેવન બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડશે, આ રીતે કરો સેવન
માનવ શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલ એ મીણ જેવું રસાયણ છે જેનું કામ શરીરમાં કોષો અને હોર્મોન્સ બનાવવાનું છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) અને લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL). શરીરમાં અસંતુલિત કોલેસ્ટ્રોલનું સ્તર હાર્ટ એટેક કે સ્ટ્રોક જેવા ખતરનાક રોગોને આમંત્રણ આપે છે. અહીં અમે તમને એવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જણાવીશું જે તમારા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રીન ટી- ગ્રીન ટીમાં કેટેચીન્સ અને અન્ય ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે અને શરીરના કુલ કોલેસ્ટ્રોલ લેવલને સ્વસ્થ રાખે છે. આ સિવાય કેફીન તમારા શરીરમાં HDL લેવલ વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
ઓટ્સ ડ્રિન્ક- ઓટ્સમાં બીટા ગ્લૂકન્સ હોય છે. જે આપના ગટમાં જેલની જેમ એક પદાર્થનું નિર્માણ કરે છે.જેનાથી કોલેસ્ટ્રોલ અબ્સોર્પ્શન રેટ કમ થાય છે. એક રિસર્ચ મુજબ સોલિડ ઓટ્સની તુલનામાં ઓટ્સ ડ્રિન્ક સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.
ટામેટો જ્યુસ- ટામેટામાં લાઇકોપીન નામનું કમ્પાઉન્ડ છે. જે શરીરમાં લિપિડના લેવલને વધારે છે. જેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે. આ સિવાય ટામેટામાં ફાઇબર અને નાઇસિન પણ છે. જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
કોકો ડાર્ક ચોકલેટનો મુખ્ય ઘટક છે. તેમાં ફ્લેવેનોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત રાખે છે. આ સિવાય તેમાં મોટી માત્રામાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલને સુધારી શકે છે.
દુધીનું જ્યુસ-ખાલી પેટ દુધીના જ્યુસનું સેવન કરવાથી પણ બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે આ ડ્રિન્ક વેઇટ લોસમાં પણ કારગર છે.