ઠંડીમાં ચાય કોફીના બદલે ટ્રાય કરો આ સૂપ, વજન ઉતારવાની સાથે થશે આ અદભૂત ફાયદા
વિન્ટરની સિઝનમાં સૂપ પીવું હેલ્થ માટે ઉત્તમ મનાય છે. આપ સવારે ચાય કોફીના બદલે સૂપ લેશો તો તેના અદભૂત ફાયદા આપના શરરીને મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂપ ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવાની સાથે વેઇટ લોસમાં પણ મદદગાર સાબિત થાય છે. આપ ફલાવર, ટામેટા, પાલકનું સૂપ વિન્ટરમાં પી શકો છો.
ફલાવરનું સૂપ બનાવવા માટે એક વાસણમાં એક ચમચી તેલ, 2 ટેબલસ્પૂન સમારેલ લસણ અને આદુ નાખો. પછી તેમાં એક કપ ડુંગળી નાખીને 2-3 મિનિટ પકાવો. હવે 2 કપ પાણીમાં 2 કપ સમારેલી કોબીજ ઉમેરો અને 10 મિનિટ સુધી ચડવા દો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને મરી નાખો. હવે બ્લેન્ડર વડે બધું બ્લેન્ડ કરો. 1-2 કપ પાણી ઉમેરો. જો તમે ઈચ્છો તો સૂપને ગાણીને પી શકો છો. કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સૂપને એન્જોય કરો
ટામેટાં-ગાજરનું સૂપ તૈયાર કરવા માટે 2 કાપેલા ટામેટા, 2 કાપેલા, ગાજર, ક્રશ કરેલા એક સ્પૂન લસણ અને ડુંગળી જોઇશે. પેનમાં થોડું તેલને બધું એક સાથે ફ્રાય કરો. એક કપ પાણી નાખો અને તેને હળવી આંચ પર પકાવવા દો. જ્યાં સુધી સબ્જી પાકી ન થાય ત્યાં સુધી પકાવો અને પ્યુરી બનાવવા માટે એક બ્લેન્ડરનો ઉપયોગ કરો.
પાલકનું સુપ બનાવવા માટે એક પેનમાં તેલ લો, તેમાં જીરૂ, લસણ અને એક કપ કાપેલી ડુંગળી ઉમેરો તેને બે મિનિટ સાંતળો, તેમાં 2 કપ પાલકના પાન ઉમેરો, સ્વાદનુસાર નમક ઉમેરો, મરી ઉમેરો, 2 ટેબલસ્પૂન બેસન નાખીને 2 મિનિટ હલાવો, હવે તેને ઉકળવા દો, પાલકની પ્યૂરી બનાવવા માટે બ્લેન્ડરનો ઉપયોગ કરો