Rakshabandhan: બહેનો માટે આ ચાર ગિફ્ટ લાગશે નાની પણ જરૂરિયાતના સમયે સાબિત થશે બહુજ કામની, આપો બહેનોને......
Rakshabandhan Gift: આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે, ભાઇઓના કાંડામાં રાખડી બાંધવાની સાથે જ બહેનો તેમની પાસેથી સારી સારી ગિફ્ટો હાંસલ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ કરીને ભાઇઓ પોતાની બહેનો કપડાં, રોકડ અને ગેજેટ જેવી વસ્તુઓ આપે છે. પરંતુ જો તમે તમારી બહેનને એક ખાસ કામની ગિફ્ટ આપવા માંગતા હોય તો તેને આર્થિક ઉપહાર આપી શકો છો. અહીં અમને તમને આર્થિક ગિફ્ટ વિશે બતાવી રહ્યાં છીએ, જે તમે તમારી બહેનોને આપી શકો છો. જાણો............
ફિક્સ્ડ ડિપૉઝિટ - ફિક્સ્ડ ડિપૉઝિટ તરીકે તમે તમારી બહેનોને આર્થિક ઉપહાર તરીકે ફિક્સ્ડ ડિપૉઝિટની બેસ્ટ ગિફ્ટ આપી શકો છો. આ સેવિંગ એકાઉન્ટની તુલનામાં સારી છે. તમે એક એફડી બનાવીને આપી શકો છો.
મ્યૂચ્યૂઅલ ફન્ડ - મ્યૂચ્યૂઅલ ફન્ડમાં રોકાણ કરવાનો આજકાલ ખુબ મોટો ફાયદો છે. બહેનોના આર્થિક જીવન માટે આ એક બેસ્ટ ગિફ્ટ સાબિત થઇ શકે છે. તમે તમારી બહેનોને વિના લૉક ઇન પીરિયડ વાળુ ઓપન એન્ડેડ ફન્ડ આપી શકો છો. જેને જરૂર પડે ત્યારે તમારી પહેન કેશ કરાવી શકશે.
ગૉલ્ડ ઇન્સ્ટ્રૂમેન્ટ - ગૉલ્ડ મ્યૂચ્યૂઅલ ફન્ડ કે સૉવરેન ગૉલ્ડ બૉન્ડ કે ગૉલ્ડ ઇટીએફ જેવા પેપર ગૉલ્ડ ઇન્સ્ટ્રૂમેન્ટ દ્વારા તમે તમારી બહેનોને ઘરેણા તો નહીં પરંતુ સોનાની ગિફ્ટ આપી શકો છો, જે ખુબ કામ આવી શકે છે.
લાઇફ ઇન્શ્યૉરન્સ કે હેલ્થ ઇન્શ્યૉરન્સ - પોતાની બહેનો માટે લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલીસી કે હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલીસી લઇ શકો છો, જેના માટે ખુબ ખાસ ગિફ્ટ સાબિત થઇ શકે છે. આના દ્વારા તમે કોઇપણ ઇમર્જન્સી સ્થિતિમાં બહેનોને આર્થિક મોરચા પર રાહત ઉપહાર આપી શકો છો.