Vastu Tips: ઘરમાં ઉત્તર દિશામાં વાસ્તુ રાખવાથી લક્ષ્મીની સદૈવ રહેશે કૃપા
વાસ્તુશાસ્ત્રમાં ઘરની સજાવટમાં કેટલીક બાબતો જણાવવામાં આવી છે જેનાથી ન માત્ર ઘર સુંદર દેખાય છે, પરંતુ તેનાથી સુખ-સમૃદ્ધિ પણ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તુશાસ્ત્ર અનુસાર ડ્રોઈંગ રૂમમાં સોફાસેટ મૂકવાની સાચી દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે. ટેલિવિઝન પશ્ચિમમાં મૂકો. દિવાલોને હળવા રંગમાં રાખો અને પડદાના રંગને દિવાલ સાથે મેચ કરો. આ સાથે ડ્રોઈંગ રૂમમાં ઈશાન દિશામાં કાળું ક્રિસ્ટલ રાખવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહે છે. જો તમે ભગવાન ગણેશની મૂર્તિને ડ્રોઈંગ રૂમમાં રાખવા માંગતા હોવ તો મૂર્તિને તેમની બેઠેલી મુદ્રામાં રાખો.
ઘરના મુખ્ય દ્વાર પર સૂર્ય ભગવાનની મૂર્તિ લગાવો-ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવો. એવું માનવામાં આવે છે કે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર પર વાગે તેવી ઝાલર પણ લગાવી શકાય છે. મુખ્ય દ્વાર પર પણ સૂર્ય યંત્ર સ્થાપિત કરી શકાય છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા રહે છે.
ઉત્તર દિશામાં મા લક્ષ્મીનું ચિત્ર લગાવો:વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીની મૂર્તિ ઘરની ઉત્તર દિશામાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આ દિશામાં દેવી લક્ષ્મીનું એવું ચિત્ર લગાવો કે, જેમાં તે કમળ પર બિરાજમાન છે અને તે સોનાના સિક્કા છોડી રહી છે. માનવામાં આવે છે કે આ તસવીર લગાવવાથી સમૃદ્ધિ આવે છે.
ઘરે મની પ્લાન્ટ લગાવો:-ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમારે લીલા રંગની ફૂલદાની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ માટે ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવો.
પિરામિડ અને શ્રીયંત્ર ઘરમાં રાખોઃ-વાસ્તુ અનુસાર ઘરમાં ચાંદી, પિત્તળ અથવા તાંબાનો પિરામિડ રાખવાથી આશીર્વાદ મળે છે. પિરામિડને એવી જગ્યાએ મૂકો જ્યાં પરિવારના સભ્યો સૌથી વધુ સમય વિતાવતા હોય. ઘરના મંદિરમાં સ્ફટિક પણ લગાવો, આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.