રેડિએન્ટ અને ગ્લોઇંગ સ્કિન ઇચ્છો છો ? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ, સ્કિન કેર માટે અપનાવો આ કારગર ટિપ્સ
આપે જોયું હશે કે, સેલિબ્રિટિ સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે સતત પાણી પીતા રહે છે. તેમના હાથમાં પાણીની બોટલ જોવા મળે છે. ગ્લોઇંગ સ્કિન માટે 8થી10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વસ્થ ત્વચા એટલે સ્વસ્થ ડાયટ. તેથી જ સેલેબ્સ તેમના આહારમાં વધુને વધુ ગ્રીન્સ, સલાડ, સૂપ વગેરેનો સમાવેશ કરે છે. તમે જેટલાં વધુ લીલાં શાકભાજી ખાશો, તમારી ત્વચા એટલી જ ચમકદાર દેખાશે. લીલા શાકભાજીમાં ઘણા પોષક તત્વો હોય છે જે તમારી ત્વચા અને શરીરને સુધારવામાં મદદ કરે છે. સુંદર ત્વચા મેળવવા માટે આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઓ.
દરરોજ પુરતી ઊંઘ માટે 8 કલાક ઊંઘવું જરૂરી છે. રાત્રે સ્કિનને રિપેર થવાનો સમય મળે છે. જેથી પુરતી ઊંઘ સ્કિનની હેલ્થ માટે જરૂરી છે. જો પુરતી ઊંઘ ન મળે તો ડાર્ક સર્કલની પણ સમસ્યા થાય છે.
સેલિબ્રિટીની ત્વચા હંમેશા ક્લિન દેખાય છે. તેની પાછળનં કારણ છે એક્સફોલિશન. સમયસર ડેડ સ્કિનને દૂર કરવા માટે તે જરૂરી છે. એક્સફોલિશનથી સ્કિન પોર્સ સાફ થાય છે ગંદકી જમા ન થવાથી ખીલ જેવી સમસ્યાથી પણ બચી શકાય છે.
આ પ્રાકૃતિક વસ્તુઓમાં ઘણા ગુણ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. ઘરના ફેસ માસ્કમાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેના અલગ-અલગ ફાયદા છે. જે સ્કિનને ગ્લોઇંગ અને સોફટ રાખવામાં મદદરૂપ થાય છે.
સેલેબ્સ તેમની સ્કિન ટાઇપ મુજબ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આપ પણ કોઇ બ્યુટી પ્રોડક્ટ ખરીદો તો સ્કિન ટાઇપ મુજબ ખરીદવાનો આગ્રહ રાખો,. આ માટે આપ ડર્મોટોલોજિસ્ટની સલાહ પણ લઇ શકો છે. .