જિમ વિના Musclesને મજબૂત બનાવવા ઇચ્છો છો તો આ 7 વેજિટેબલ ફૂડને કરો ડાયટમાં સામેલ
આજકાલ લોકો ફિટ રહેવા માટે કલાકોના કલાકો જિમમાં વિતાવે છે પરંતુ કેટલાક એવા ફૂડ પણ છે, જેને ડાયટમાં સામેલ કરવાથી મસલ્સ સ્ટ્રોન્ગ બને છે. આપ આ હાઇ પ્રોટીન ફૂડને ડાયટમાં સામેલ કરીને માંસપેશીને મજબૂત કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોયાબીનમાં પણ ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. 1 કપ સોયાબીનમાં 10 ગ્રામ પ્રોટીન મળે છે. જેના સેવનથી માંસપેશી મજબૂત બને છે.
બદામનું સેવન આપ માંસપેશીને મજબૂત કરવા માટે કરી શકો છો. બદામમાં પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, વિટામિન-ઇ, ભરપૂર માત્રામાં હોય છે.જે માંસપેશીને મજબૂત બનાવવામાં કારગર છે. સવારે ખાલી પેટ બદામનું સેવન ફાયદાકારક છે. જે સરળતાથી પચી જાય છે.
પનીર પણ માંસપેશીને મજબૂત કરે છે. 100 ગ્રામ પનીરમાં 18-20 ગ્રામ પ્રોટીન હોય છે. પ્રોટીન આપના મસલ્સને મજબૂત કરવામાં મદદ કરે છે.
ચણામાં સારી માત્રામાં પ્રોટીન હોય છે. નિષ્ણાતોના મતે, 1/2 કપ ચણામાં ઓછામાં ઓછું 7.25 ગ્રામ પ્રોટીન છે. ચણામાં વિટામિન-એ, વિટામિન-ઇ, વિટામિન-સી, ફોલેટ, ડાયેટરી ફાઇબર, પોટેશિયમ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે.
આપ બ્રાઉન રાઇસનું સેવન કરી શકો છો. 1 કપ બ્રાઉન રાઇસમાં ઓછામાં ઓછું 5-7 ગ્રામ પ્રોટીન હોય છે. જે માંસપેશીને મજબૂત કરવામાં મદદ કરે છે.