ત્વચા પર વધતી ઉંમરની અસરને ઓછી કરવા માંગો છો તો આ ડિટોક્સ ડ્રિન્ક છે કારગર, આ રીતે કરો સેવન
ડિટોક્સ ડ્રિન્ક મેટાબોલિઝમ વધારવાની સાથે લોહીને પણ શુદ્ધ કરે છે. પરિણામ સ્વરૂપ ત્વચા આપોઆપ સ્વસ્થ અને ગ્લોઇંગ બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ગ્રીન ટી પીવાથી સ્કિન ડેમેજથી બચી શકાય છે. ગ્રીન ટી વેઇટ લોસ માટે પણ કારગર છે, જો કે ભૂખ્યા પેટે લેવાથી એસિડીટી થઇ શકે છે.જેથીજમ્યાના કલાક બાદ લઇ શકાય.
તુલસી ચા પીવાથી અનેક પ્રકારની સિઝનલ બીમારીથી અને સૂકી ત્વચાની સમસ્યાથી બચી શકાય છે. તેનાથી સ્કિન હાઇડ્રેઇટ રહે છે.
વિટામિન ‘સી’થી ભરપૂર લીંબુ પાણી ગરમીમાં શરીરને ઠંડક આપવાની સાથે અનેક પ્રકારના ઇન્ફેકશનથી પણ શરીરને બચાવે છે.
હળદરવાળું દૂધ પણ હેલ્થી સ્કિન માટે રામબાણ ઇલાજ છે. જલ્દી રૂઝ લાવતું આ ગોલ્ડ મિલ્ક શરીરને ઇન્ફેકશનથી જલ્દી રિકવર કરવાની સાથે ચેપથી દૂર રાખવામાં પણ મદદ કરે છે અને ત્વચા સંબંધિત બીમારીના જોખમને પણ ટાળે છે.
નારિયેળ પાણીથી વજન ઓછું કરી શકાય છે, આટલું જ નહી વધતી ઉંમરની અસરને ઓછી કરીને સ્કિન પર થતી કરચલીથી પણ બચી શકાય છે.