Health Tips : આંખોની રોશની વધારવા માટે રૂટીન ડાયટમાં આ ફૂડને કરો સામેલ, થશે ફાયદો
આજના સમયમાં દરેક વ્યક્તિ એટલો વ્યસ્ત રહેવા લાગ્યો છે કે, તેમની પાસે પોતાના માટે પણ સમય નથી. આ કારણે ઘણી વખત લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતોને નજરઅંદાજ કરે છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આંખો આપણા શરીરના સૌથી સુંદર અને મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તેને સ્વસ્થ રાખવા માટે યોગ્ય કાળજી જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંખોની રોશની વધારવા માટે ડાયટમાં દાળ સામેલ કરો. કાળું મટર, બીન્સ ફળો ભરપૂર માત્રામાં લો,આ ડાયટ રેટિનાને મજબૂત કરવામાં મદદ કરે છે.
અખરોટમાં વધુ માત્રામાં 3 ફેટી એમિનો એસિડ, વિટામિન ઇ હોય છે. ઉપરાંત સુરજમુખીનું તેલ પણ આંખોની હેલ્થ માટે બેસ્ટ છે.
લીલા પાનવાળા શાકને ડાયટમાં કરો સામેલ, લીલા શાકમાં ન્યુટ્રિશન અને વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. જે આંખોની ક્ષમતાને વધારે છે.
ગાજરમાં ભરપૂર માત્રામાં બિટા કેરોટીન હોય છે. જે આંખો માટે ખૂબ જ ઉપકારક છે. ખાલી પેટે ગાજરનું જ્યુસ પીવાથી શરીરની અન્ય બીમારીની સાથે આંખોની રોશની વધે છે અને સ્કિન પણ ગ્લોઇંગ બને છે.