Beauty Tips: પ્રિયંકા ચોપરાની ગ્લોઇંગ સ્કિનનું રાજ છે આ નુસખો, જાણો કેવી રીતે બનાવે છે ફેસ પેક
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની સ્ટાઇલ બોલિવૂડથી હોલિવૂડ સુધી છવાયેલી છે. પ્રિયંકા અનેક વખત તેની ફ્લોલેસ સ્કિનને ફ્લોટ કરે છે. જો આપ પણ દેશી ગર્લ જેવી સ્કિન ઇચ્છતા હો તો આ ટિપ્સ અપનાવો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તેના શાનદાર અભિનયની સાથે સાથે તેની ગ્લોઇંગ સ્કિન અને ખૂબસૂરતીના કારણે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પ્રિયંકા ચોપરાએ 10 વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. પરંતુ બંનેની સુંદર જોડી જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે, બંને વચ્ચે ઉંમરનું આટલું મોટું અંતર છે. તેની પાછળનું મોટું કારણ છે પ્રિયંકા ચોપરાની ફ્લોસલ સ્કિન, જે વધતી ઉંમરને માત આપે છે.
પ્રિયંકા અવારનવાર તેના ફેન્સ સાથે તેના બ્યુટી સિક્રેટ શેર કરતી રહે છે. આપ પણ પ્રિયંકા જેવી ત્વચા મેળવવા માટે આ દિનચર્યાને અનુસરી શકો છો.
દહીં-હળદરનો ફેસ પેક- ત્વચાની સંભાળ રાખવા માટે પ્રિયંકા તેના ચહેરા પર દહીં અને હળદરનો પેક લગાવે છે. જ્યારે પણ તે તેની ત્વચાને નિસ્તેજ થતી જુએ છે. તો તે અચૂક આ પેક લગાવે છે. તેનાથી ત્વચામાં નિખાર આવે છે.
સૂતા પહેલા નારિયેળ તેલ-પ્રિયંકા એક સામાન્ય પરિવારમાં ઉછરી છે, તેથી તે દાદીના પ્રિસ્ક્રિપ્શનની મદદથી તેની ત્વચાની સંભાળ રાખે છે. પ્રિયંકા પોતાનો મેકઅપ ઉતારવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરે છે. તમે સૂતી વખતે નારિયેળ તેલ લગાવીને પણ ચહેરો સાફ કરી શકો છો. નારિયેળનું તેલ લગાવીને થોડીવાર રહેવા દો અને પછી ભીના ટુવાલથી ચહેરાને હળવા હાથે લૂછી લો. આ તમારી ત્વચાને સ્વચ્છ અને હાઇડ્રેટેડ રાખે છે.
હેર ઓઇલ મસાજ-પ્રિયંકાના સુંદર વાળનું રહસ્ય હૂંફાળા નારિયેળ અને એરંડાના તેલની માલિશ છે. હેડ ચેમ્પી બાદ પ્રિયંકા ગરમ રૂમાલથી તેના વાળ બાંધે છે. તે પછી શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર લગાવે છે. પ્રિયંકા નાનપણથી જ આવું કરતી આવી છે. તેનાથી વાળ કાળા અને જાડા છે.