Welcome 2022: બૂટસની સાથે આ પ્રકારના આઉટફિટ કરો પસંદ, ઇયર પાર્ટીમાં આપશે સ્ટાલિશ લૂક
Makeup Tips:ક્રિસમસ ન્યૂ ઇયરના અવસરે દરેક લોકો પાર્ટી અને સેલિબ્રેશનના મૂડમાં હોય છે. ન્યૂ ઇયરને વેલકમ કરવા માટે લોકો આતૂરતાથી રાહ જોતા હોય છે અને તેને અનોખા અંદાજમાં સેલિબ્રેટ કરે છે. આપ ન્યૂ ઇયરની હાઉસ કે કોઇ ક્લબની પાર્ટીમાં જવાના હો તો તેના માટેની મેકઅપ ટિપ્સ સમજી લો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂ ઇયરની પાર્ટીમાં આપ કોઇ પણ બ્રાઇટ કલર પસંગ કરી શકો છો. આ પ્રકારની પાર્ટીમાં આપ ગોલ્ડન કે સિલ્વર Shimmering ડ્રેસ કેરી કરી શકો છો. આપ અહીં શોર્ટ ડ્રેસની સાથે એક નાનકડી બેગને ટીમ અપ કરી શકો છો. આપ બ્લેક કે વ્હાઇટ ડ્રેસ પસંદ કરો છો તો પણ તે એક બેસ્ટ ઓપ્શન છે.
આજકાલ સ્ટાઇલિશ લૂક માટે યુવતીઓ શોર્ટ ડ્રેસની સાથે બૂટસ પહેરવાનું પસંદ કરે છે. આપ શોર્ટ કે વન પીસ સાથે સ્કર્ટ સાથે બૂટ ટ્રાય કરી શકો છો. જો કે બૂટનું સિલેકશન કરતી વખતે કમ્ફર્ટેબલ છે કે નહીં તે પણ જોવું જરૂરી છે નહિ તો ડાન્સને એન્જોય નહીં કરી શકો.
ન્યૂ ઇયરમાં આપ સ્ટાઇલિશ લૂક માટે સ્મોકી આઇ મેકઅપ કરાવી શકો છો. સ્મોકી આઇ મેકઅપથી નાઇટ પાર્ટીમાં આપની આંખો બેહદ ખૂબસૂરત લૂક આપશે. આ સાથે ચહેરા પર હેવી મેકઅપ ન કરો માત્ર આઇને ફ્લોન્ટ કરો.
હાલ વિન્ટર ચાલી રહ્યો છે તો આ ઠંડી સિઝનમાં આપ વાળને ખુલ્લા રાખી શકો છો. તેના માટે આપ લોન્ગ Curls કરાવી લો અથવા તો સ્ટ્રેટ પણ સારૂ ઓપ્શન છે