બાથરૂમના જિદ્દી ડાઘ અને ગંદકી દૂર કરવામાં કારગર છે આ ટિપ્સ, સરળતાથી નવી જેવી ચમકી ઉઠશે ટાઇલ્સ
બાથરૂમની ટાઇલ્સમાંથી ગંદકી સાફ કરવી ખૂબ મુશ્કેલ છે. જો તેને યોગ્ય રીતે પોલિશ કરવામાં ન આવે તો તે મહેમાનોની સામે શરમનું કારણ બની શકે છે. તેથી, તેનાથી બચવા માટે તમે આ સરળ ઉપાયો અપનાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાથરૂમની ટાઇલ્સને ચમકાવવામાં વિનેગર ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે એક સ્પ્રે બોટલમાં સરખા પ્રમાણમાં પાણી અને વિનેગર મિક્સ કરો. હવે તેને ટાઇલ્સ પર સ્પ્રે કરો અને થોડીવાર માટે છોડી દો. આ પછી ઘસીને ટાઇલ્સ સાફ કરો.
બાથરૂમની ગંદકી ટાઇલ્સને ક્લિન કરવા માટે બેકિંગ સોડા પણ સારો વિકલ્પ છે. આ માટે સ્પંજમાં બેકિંગ સોડા પાવડર લો અને તેને ગંદી જગ્યા પર રગડો.
લીંબુનો રસ પણ ડાઘ ધબ્બાને દૂર કરવા માટે કારગર છે. લીંબુને કાપીને એ જગ્યા પર રગડો. જ્યારે ડાઘ છે. હવે સ્પંજમાં થોડો બેકિંગ સોડા લો અને તેમા છોડો લીંબુનો રસ નીચોવો આ સ્પંજેન ગંદી જગ્યા પર રગડો. ટાઇલ્સ ક્લિન થઇ જશે.
5થી 7મિનિટ સુધી ડિટર્જન્ટનો ઘોલ બનાવીને ટાઇલ્સ પર છોડી દો. બાદ તેને બ્રશ કે સ્પંજથી ઘસો. આ ટિપ્સથી પણ ટાઇલ્સના ડાઘ દૂર થશે.
સામાન્ય રીતે લોકો દરરોજ ટાઇલ્સ સાફ કરવા માટે માત્ર પાણીનો ઉપયોગ કરે છે. આવું ન કરો. તમે સ્ક્રબ અને ડીશ વોશિંગ લિક્વિડની મદદથી પણ ટાઇલ્સ સાફ કરી શકો છો.
ગંદી ટાઇલ્સ સાફ કરવા માટે, પહેલા સમાન પ્રમાણમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને લોટ મિક્સ કરો, પછી જ્યાં ડાઘ દેખાય ત્યાં આ પેસ્ટ લગાવો અને તેને સેલોફેનથી ઢાંકી દો. આખી રાત આમ જ રહેવા દો અને પછી સવારે સ્ક્રબ કરો.