Skin Superfood: વઘતી ઉંમરની ત્વચા પર અસર ઓછી કરવા માટે ડાયટમાં સામેલ કરો આ 5 સુપર ફૂડ
skin care
1/6
superfood Food For Skin: કહેવાય છે કે ત્વચા સ્વાસ્થ્યનો અરીસો છે. સ્વસ્થ, સુંદર અને ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે ડાયટમાં કેટલાક હેલ્ધી ફૂડ્સ સામેલ કરવા જોઈએ. તેનાથી તમારી ત્વચા હંમેશા ખૂબસૂરત અને યંગ દેખાય છે.
2/6
બેરી-ત્વચાને સ્વસ્થ રાખવા માટે ખાટાં ફળો અને બેરીનો આહારમાં સમાવેશ કરવો જરૂરી છે. સાઇટ્રસ ફળો શરીરને વિટામિન સી પ્રદાન કરે છે અને બેરી શરીરમાં કોલેજનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. કોલેજન ત્વચાને કોમળ અને જુવાન રાખવામાં મદદ કરે છે. બેરીમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ વૃદ્ધત્વને પણ ઘટાડે છે.
3/6
ટામેટાં- સ્વસ્થ અને સુંદર ત્વચા મેળવવા માટે ટામેટાં ખૂબ જ સારો વિકલ્પ છે. જો આપ દરરોજ એક ટામેટું ખાશો તો શરીરને વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ સારી માત્રામાં મળશે. ગ્લોઈંગ સ્કિન માટે ડાયટમાં ટામેટાંને અવશ્ય સામેલ કરો.
4/6
દહીં અને ઓટમીલ-આપને આપના આહારમાં વિટામિન બીથી ભરપૂર દહીં અને ઓટ્સ જેવી વસ્તુઓ પણ સામેલ કરવી જોઈએ. ત્વચાને હાઇડ્રેઇટ રાખવા માટે માટે વિટામિન બી ખૂબ જ જરૂરી છે. આ માટે આપને નિયમિત દહીનું સેવન કરવું જોઇએ.
5/6
બદામ અને બીજ- સ્વસ્થ ત્વચા મેળવવા માટે તમારે ખોરાકમાં બદામ અને બીજનો સમાવેશ કરવો જોઈએ. બદામ, કાજુ, કિસમિસ, અખરોટનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. ફ્લેક્સ સીડ્સ, કોળાના બીજ, ચિયા સીડ્સને પણ તમારા આહારનો ભાગ બનાવો. જેમાંથી વિટામિન ઈ મળે છે, જે ત્વચાનું મોશ્ચર જાળવી રાખે છે.
6/6
પાલક- લીલા શાકભાજી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક થાક, ઊંઘની કમી, એનિમિયા અને ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. પાલકમાંથી શરીરને ભરપૂર માત્રામાં આયર્ન, વિટામિન કે અને સી મળે છે.
Published at : 08 May 2022 09:40 AM (IST)