Glycerin: વિન્ટરમાં ગ્લિસરીન સ્કિન માટે વરદાન છે, લગાવવાથી થાય છે આ 5 જબરદસ્ત ફાયદા
સન ટેનિંગને કારણે ત્વચા શુષ્ક થઈ જવી અથવા પિમ્પલ્સ થવા એ ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર આ સમસ્યાઓ એટલી વધી જાય છે કે, તે ચિંતાનું કારણ બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, ગ્લિસરીન તમારા માટે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં કેટલું મદદગાર સાબિત થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લિસરીન ત્વચા માટે દવાનું કામ કરે છે. તે ત્વચામાં ન માત્ર મોશ્ચર લાવે છે. પરંતુ તેને નરમ, સ્વસ્થ અને ચમકદાર પણ બનાવે છે. ચાલો જાણીએ કે ત્વચા પર ગ્લિસરીનનો ઉપયોગ કરવાથી તમને શું ફાયદા થઈ શકે છે.
ટેનિંગ દૂર કરે છે: સૂર્યપ્રકાશને કારણે સ્કિન ટેન થઈ જાય છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે તમે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. ગ્લિસરીન ત્વચાની ટેન દૂર કરવાની સાથે રોમ છિદ્રોને ભરાયેલા થતા અટકાવે છે. તે તમારી ત્વચાને સુધારવામાં પણ મદદ કરે છે. એક્સ્ફોલિયેશન સાથે દરરોજ ત્વચા પર ગ્લિસરીન લગાવવાથી ત્વચાનો ટોન સુધરે છે. કાળા ડાઘ અને પિગમેન્ટેશન પણ દૂર થાય છે અને ત્વચા હાઇડ્રેટેડ રહે છે.
ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ: ગ્લિસરીન કુદરતી મોઈશ્ચરાઈઝર છે. તે ભેજ લાવી ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેનાથી ડ્રાય સ્કિનના કારણે થતી ખંજવાળની સમસ્યા દૂર થાય છે, ખરબચડી અને શુષ્ક ત્વચા સ્મૂધ અને સોફ્ટ બને છે.
એન્ટિ-એજિંગ ગુણોથી ભરપૂરઃ તમને જાણીને નવાઈ લાગશે કે, ગ્લિસરીનમાં પણ એન્ટિ-એજિંગ ગુણો જોવા મળે છે. તે નિર્જીવ ત્વચામાં નવું જીવન લાવવાનું કામ કરે છે. જો તમે દરરોજ તેનો ઉપયોગ કરશો તો કરચલીઓ અને ફાઈન લાઈન્સ જલ્દી દેખાશે નહીં. તમારી ત્વચા લાંબા સમય સુધી સ્વચ્છ અને યુવાન રહેશે.
ડ્રાય સ્કિન માટે બેસ્ટઃ જો તમારી સ્કિન ઉનાળાની ઋતુમાં ડ્રાય થઈ જાય છે, તો ગ્લિસરીન તમારા માટે ખૂબ કામ આવી શકે છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને નરમ અને ગ્લોઇંગ બનાવે છે. તેના રોજિંદા ઉપયોગથી તમારી ત્વચા શુષ્ક નહીં થાય અને નરમ પણ રહેશે.
ત્વચાને ટાઈટ કરે છે: ગ્લિસરીન ત્વચાને ટોન કરવામાં મદદ કરે છે. તે ઢીલી ત્વચાને કડક બનાવે છે. જો તમારી ત્વચા પર પિમ્પલ્સના નિશાન હોય તો તે તેને પણ ઠીક કરી શકે છે.