Grapefruit Benefits: આ ફળના સેવનથી ઘટે છે વજન, જાણો સ્વાસ્થ્ય માટે બીજી કઇ રીતે છે હિતકારી
ગ્રેપફ્રૂટના ફાયદા
1/5
આમ તો દરેક ફળો સ્વાસ્થ્ય માટે હિતકારી છે. ઉનાળામાં આવતું ચકોતરા જેને અંગ્રેજીમાં ગ્રેપફ્રૂટ કહે છે. આનાથી ઉનાળાની ઋતુમાં તમારા શરીરને હાઇડ્રેટ રાખવા ઉપરાંત વજન પણ ઘટાડી શકાય છે. ચાલો જાણીએ ગ્રેપફ્રૂટના અન્ય ફાયદાઓ વિશે.
2/5
ગ્રેપફ્રૂટ એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં આયર્ન, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને મિનરલ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે.
3/5
જો તમે ગ્રેપફ્રૂટનું સેવન કરો છો, તો તમારું વજન જલ્દી ઓછું થઈ શકે છે કારણ કે તેમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે.
4/5
ગ્રેપફ્રૂટમાં 90 ટકા સુધી પાણી હોય છે, જેના કારણે તમારા શરીરમાં પાણીની કમી નહીં થતી. તેથી ઉનાળામાં આ ફળનું સેવન અવશ્ય કરો.
5/5
કોરોના દરમિયાન, નિષ્ણાતો એવી વસ્તુઓનું સેવન કરવાની ભલામણ કરે છે જેમાં શક્ય તેટલી રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા હોય. ગ્રેપફ્રૂટમાં વિટામિન સી ભરપૂર માત્રામાં છે, જે રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. તેથી, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેનું સેવન કરો.
Published at : 19 Jun 2022 10:24 AM (IST)