Hair Fall Reason : વાળ કેમ ખરે છે? જાણીએ વાળ ખરવાના કારણો અને ઉપાય

દરેક વ્યક્તિ જાડા અને સુંદર વાળની ઈચ્છા રાખે છે. પરંતુ આપણામાંથી ઘણા એવા છે જે ખરતા વાળથી પરેશાન છે. વાળ ખરતા અટકાવવા માટે આપણે ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણી વખત હકારાત્મક પરિણામ મળતું નથી. આનું કારણ એ છે કે વાળ ખરવાના કારણોની આપણ તપાસ કરતા નથી. હા, વાળ ખરવાની સમસ્યાને ઓછી કરવા માટે તેના કારણોની તપાસ કરવી જરૂરી છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે વાળ કયા કારણોસર ખરી રહ્યા છે? ચાલો જાણીએ કે વાળ ખરવાના મુખ્ય કારણો શું છે? (Photo- Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
શરીરમાં પોષકતત્વની કમીના કારણે પણ વાળ ખરે છે. જેના માટે સંતુલિત આહાર લેવાની જરૂર છે. (Photo- Freepik)

કેમિકલયુક્ત ઉત્પાદનોનો વધુ પડતો ઉપયોગ વાળ ખરવા તરફ દોરી જાય છે. તેથી રસાયણોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. . (Photo- Freepik)
થાઈરોઈડ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી અનેક બીમારીઓને કારણે પણ વાળ ખરવા લાગે છે. (Photo- Freepik)
વાળને નિયમિત રીતે ન ઓળવાથી અને નિયમિત વોશ ન કરવાથી પણ વાળ ખરે છે. . (Photo- Freepik)
વધતા જતાં પ્રદૂષણ અને ધૂળ માટી પણ વાળ ખરવાનું કારણ બને છે. (Photo- Freepik)
આકરો તાપ પણ આપના વાળને ડેમેજ કરે છે. જેથી બહાર જતી વખતે વાળને કવર કરવાનું ન ભૂલો(Photo- Freepik