Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Weight Loss: ડાયટિંગ કરી રહ્યાં છો? આ ટેસ્ટી ફૂડનું ભરપેટ કરી શકો છો સેવન
Weight Loss Snacks:ડાયટિંગ દરમિયાન આપને સ્નેકસ હેલ્ધી જ પસંદ કરવો જોઇએ. આપ સ્નેકસમાં રોસ્ટેડ પીનટ, ચણા, મટર, મખાના ખાઇ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકો વજન ઘટાડવાના ચક્કરમાં ડાયટિંગ કરે છે. જો કે ડાયટિંગમાં ક્રેવિગ ખૂબ વધી જાય છે. તેને કંટ્રોલ કરી મુશ્કેલ છે. આ સમયે જો હેલ્થી સ્નેક્સ લેવામાં આવે તો વજન પણ નથી વધતું અને ભૂખ પણ સંતોશાય છે. તો જાણીએ ડાયટિંગમાં એવા ક્યાં ફૂડ છે. જેને સ્નેકસના મેનુમાં સામેલ કરી શકાય.
ચણા-ચણા વજન ઘટાડતાં ડાયટમાં બેસ્ટ સ્નેકસ છે. રોસ્ટેડ ચણા ખાવાથી ભરપૂર માત્રામાં ફાઇબર અને પ્રોટીન મળે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. શેકેલા ચણા સ્વાદમાં પણ સ્વાદિષ્ટ લાગે છે.ચણા ખાવાથી ભૂખ સંતોષાય છે. જેથી ક્રેવિગ નથી થતું અને અન્ય અનહેલ્થી જંક ફૂડ ખાવાથી પણ બચી શકાય છે. ચણાને ડાયટમાં સામેલ કરવાથી વાંરવાર લાગતી ભૂખની સમસ્યાથી પણ રાહત મળે છે.
મટર-જો આપને હેલ્થી કે કઇ ચટપટું ખાવાનું મન કરે તો આપ રોસ્ટેડ મટર ખાઇ શકો છો. રોસ્ટેડ મટર પણ હલ્ધી સ્નેકસ છે.
મખાના-ડાયટિંગ કરતી વ્યક્તિ માટે મખાના એક બેસ્ટ નાસ્તાનું ઓપ્શન છે. મખાનામાં કેલેરી ખૂબ જ ઓછું હોય છે. જ્યારે સોડિયમની માત્રા વધુ હોય છે. મખાનામાં કાર્બોહાઇડ્રેઇટસની માત્રા વધુ હોય છે. તો આપને જ્યારે પણ ભૂખ લાગે મખાન ખાઇ શકો છો આપ રોસ્ટેડ મખાના પણ ખાઇ શકો છો.
સીડસ-ડાયટિંગ દરમિયાન આપ સીડનને સ્નેકસમાં સામેલ કરો.આપ આપની પસંદના કોઇ પણ સીડસને શેકીને ખાઇ શકો છો. સૂરજમુખ, અળશી,ના બીજ પણ લઇ શકાય તેનાથી ભૂખ સંતોય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.
બદામ- બદામ ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઇબર મળે છે. હેલ્ધી સ્નેકસ માટે આપ રાતે પાણીમાં પલાળેલી બદામના 5થી7 દાણા સવારે લો. જે વધુ ફાયદાકારક છે. તેનાથી વજન કન્ટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.