Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Skin Superfood: ત્વચાને હંમેશા તરોતાજા અને ગ્લોઇંગ રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ સુપર ફૂડ
superfood Food For Skin: કહેવાય છે કે ત્વચા સ્વાસ્થ્યનો અરીસો છે. સ્વસ્થ, સુંદર અને ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે ડાયટમાં કેટલાક હેલ્ધી ફૂડ્સ સામેલ કરવા જોઈએ. તેનાથી તમારી ત્વચા હંમેશા ખૂબસૂરત અને યંગ દેખાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટામેટાં સ્વસ્થ અને સુંદર ત્વચા મેળવવા માટે ટામેટાં ખૂબ જ સારો વિકલ્પ છે. જો આપ દરરોજ એક ટામેટું ખાશો તો શરીરને વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ સારી માત્રામાં મળશે. ગ્લોઈંગ સ્કિન માટે ડાયટમાં ટામેટાંને અવશ્ય સામેલ કરો.
બદામ અને બીજ સ્વસ્થ ત્વચા મેળવવા માટે તમારે ખોરાકમાં બદામ અને બીજનો સમાવેશ કરવો જોઈએ. બદામ, કાજુ, કિસમિસ, અખરોટનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. ફ્લેક્સ સીડ્સ, કોળાના બીજ, ચિયા સીડ્સને પણ તમારા આહારનો ભાગ બનાવો. જેમાંથી વિટામિન ઈ મળે છે, જે ત્વચાનું મોશ્ચર જાળવી રાખે છે.
પાલક લીલા શાકભાજી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક થાક, ઊંઘની કમી, એનિમિયા અને ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. પાલકમાંથી શરીરને ભરપૂર માત્રામાં આયર્ન, વિટામિન કે અને સી મળે છે.
દહીં અને ઓટમીલ આપને આપના આહારમાં વિટામિન બીથી ભરપૂર દહીં અને ઓટ્સ જેવી વસ્તુઓ પણ સામેલ કરવી જોઈએ. ત્વચાને હાઇડ્રેઇટ રાખવા માટે માટે વિટામિન બી ખૂબ જ જરૂરી છે. આ માટે આપને નિયમિત દહીનું સેવન કરવું જોઇએ.