Anjeer Benefits: સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે અંજીર, ફાયદા જાણી ચોંકી જશો
અંજીર ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. વિટામીન બી અને વિટામીન સી પણ હોય છે. અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની બિમારીઓ વધી રહી છે. મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર માટે તે ખૂબ જ લાભકારી છે. દરરોજ અંજીર ખાવાથી તેનું જોખમ ઘટી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંજીરમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અંજીર લાભદાયી છે. દરરોજ ત્રણ અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. ફેફસાંના રોગમાં પાંચ અંજીર એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ગાળીને સવાર-સાંજ પીવું જોઇએ. અંજીરના સેવનથી સુકી ખાંસીની સમસ્યા પણ દૂર થઇ જાય છે. અંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે દૂધ સાથે અંજીર ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે.
જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો, તો તમે દૂધ અને અંજીરનું સેવન પણ કરી શકો છો. આ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અંજીરમાં હાજર વિટામિન્સ અને દૂધમાં જોવા મળતા રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે.
અંજીર એવું ડ્રાયફ્રૂટ છે જેનું સેવન કરવાથી શરીર ફિટ રહે છે. અંજીરમાં વિટામિન એ, પોટેશિયમ, ફાઇબર સહિત ઘણા બધા પોષક તત્વો હોય છે.
ઔષધીય ગુણો માટે જાણીતું અંજીર આપણને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જેના કારણે તેને સુપરફૂડ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે તેને દૂધમાં ભેળવીને ખાશો તો તેના ફાયદાઓ વધી જાય છે. કેલ્શિયમથી ભરપૂર દૂધમાં અંજીર ભેળવીને ખાવાથી પણ અદ્ભુત ફાયદો થાય છે.
એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર, અંજીરમાં વિટામિન A, C, E, K, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે.
તમારે અંજીરના ફાયદા મેળવવા હોય તો રોજ તેને પલાળીને ખાવાનું રાખવું જોઈએ. અંજીરને પલાળીને ખાવાથી તેના લાભ બમણા થઈ જાય છે.