Health tips: અંજીર ખાવાના છે અઢળક ફાયદા,જાણો કેવી રીતે સેવન કરવું સ્વાસ્થ્ય માટે છે હિતકારી
અંજીરમાં એટલા ગુણો છે કે, આયુર્વૈદ પણ અંજીરને ડેઇલી ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો વિસ્તારથી જાણીએ તેના ફાયદા અને સેવનની યોગ્ય રીત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજીંર બ્લડ઼પ્રેશરને નિયંત્રિત કરવામાં અને પાચનને દુરસ્ત કરવામાં કારગર છે. અંજીરના સેવનથી બ્લ્ડ સુગર લેવલ પણ કન્ટ્રોલ કરી શકાય છે.
અંજીરનું સેવન વેઇટ લોસમાં પણ કારગર છે. કારણ કે તે લો કેલેરી ફ્રૂટ છે. જે વજનને ઓછુ કરવામાં કારગર છે. જો આપ તેને દૂધમા ઉકાળીને પીવો છો તો તે ઇમ્યુનિટિ બૂસ્ટર છે.
અસ્થમાના દર્દી માટે પણ અંજીરનું સેવન બેસ્ટ છે. અંજીર શરીરની અંદર મ્યૂકસ ઝિલ્લીયોને નમી મળે છે અને કફ સાફ થાય છે. અસ્થમાના દર્દી દૂધ સાથે ખાઇ શકે છે.
જો આપના શરીરમાં આયરનની કમી રહેતી હોય તો અંજીરને ડાયટમાં સામેલ કરવું એક સારૂં ઓપ્શન છે. જેનાથી આયરનની કમી દૂર થાય છે.
અંજીરમાં ફેટી એસિડ અને વિટામિન હોય છે, જે ડાયાબિટીસમાં મદદરૂપ થઈ શકે છે. એટલું જ નહીં, અંજીરના ફળનું સેવન ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
જો તમને કબજિયાત અથવા પેટ સંબંધિત સમસ્યાઓ છે, તો તમે અંજીરનું સેવન કરી શકો છો. અંજીરમાં જોવા મળતા ગુણોથી પેટમાં દુખાવો, ગેસ અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.