Drink water: એક દિવસમાં ઓછામાં ઓછું કેટલા લીટર પાણી પીવું જોઈએ? જાણો અહીં
પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિ માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક પુરુષે આખા દિવસમાં લગભગ 3 લિટર પાણી પીવું જોઈએ, જ્યારે સ્ત્રીઓએ 24 કલાકમાં 2 લિટર કરતાં થોડું વધારે પાણી પીવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપણું શરીર 60 ટકા પાણીથી બનેલું છે. તે આપણા અંગોમાંથી વિષાક્ત પદાર્થને દૂર કરે છે અને કોષોને પોષક તત્વો પહોંચાડે છે.
જે લોકોને કિડનીમાં પથરી હોય તેમણે પુષ્કળ પાણી પીવું જોઈએ. યોગ્ય માત્રામાં પાણી ન પીવાથી કિડનીમાં પથરીની સમસ્યા થાય છે. એટલા માટે કહેવાય છે કે આખા દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ.
સવારે ખાલી પેટ પાણી પીવાથી મગજની પેશીઓ સારી રીતે હાઇડ્રેટ થાય છે. જેના કારણે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા રહેતી નથી.
જે લોકો માથાનો દુખાવો અને માઇગ્રેનથી પીડાય છે તેઓએ ખાલી પેટ ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
નિષ્ણાતોના મતે સામાન્ય રીતે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ જ્યારે ગરમી વધુ હોય ત્યારે શરીરમાંથી પરસેવો નીકળે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં 3થી 4 લીટર પાણી પીવું જોઈએ.
સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા શરીરમાંથી પેશાબના રૂપમાં કચરો દૂર કરવામાં મદદ કરે છે.