Heat Wave: કેટલા તાપમાને હીટવેવ જાહેર કરવામાં આવે છે? કેટલા રંગના હોય છે કોડ?
હવે પ્રશ્ન એ થાય છે કે ગરમીનું મોજું છે કે નહીં તે કેવી રીતે નક્કી થાય છે? તો ચાલો તમને જણાવી દઈએ કે વિવિધ દેશોમાં હીટ વેવની ટેક્નિકલ વ્યાખ્યાને લઈને અલગ-અલગ ધોરણો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહીટ વેવ એલર્ટ જારી કરતી વખતે, ભારતીય હવામાન વિભાગ મેદાની અને પહાડી વિસ્તારો માટે અલગ-અલગ માપદંડો નક્કી કરે છે.
જ્યારે મેદાનોમાં તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ હોય છે, ત્યારે IMD તેને હીટ વેવ કહે છે. એ જ રીતે, હીલ સ્ટેશન પર જ્યારે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પહોંચે છે ત્યારે હીટ વેવ જાહેર કરવામાં આવે છે.
IMD પાસે સમગ્ર દેશમાં વિવિધ મેટ્રોલોજિકલ પરિમાણોને માપવામાં સક્ષમ સપાટીની વેધશાળાઓનું વિશાળ નેટવર્ક છે. આના દ્વારા દેશમાં તાપમાન, દબાણ, પવન, ગતિ અને દિશા જેવી બાબતોને માપી શકાય છે.
જો કોઈ સ્ટેશનનું સામાન્ય મહત્તમ તાપમાન 40 °C કરતાં વધુ હોય, તો જ્યારે ત્યાંનું તાપમાન સામાન્ય મહત્તમ તાપમાન કરતાં 4°C-5°C વધે ત્યારે હીટ વેવની સ્થિતિ સર્જાય છે. જ્યારે તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ સુધી પહોંચે છે ત્યારે તીવ્ર ગરમીનું મોજું જાહેર કરવામાં આવે છે.
હીટ વેવનું યલો, ઓરેંજ અને રેડ એલર્ટ આપવામાં આવે છે.