ખરાબ ખાવા-પીવાની આદતોથી વધે છે યૂરિક એસિડ, આ રીતે રાખો કાળજી

ખરાબ ખાવા-પીવાની આદતોથી વધે છે યૂરિક એસિડ, આ રીતે રાખો કાળજી

પ્રતિકાત્મક તસવીર

1/6
યુરિક એસિડની સમસ્યા ઝડપથી વધી રહી છે. ખરાબ ખાવા-પીવાની આદતો અને કેટલીક ખોટી જીવનશૈલીના કારણો તેની પાછળનું મુખ્ય કારણ છે. તેથી આ આદતોમાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ.
2/6
એક જગ્યાએ કલાકો સુધી બેસી રહેવાથી અથવા કોઈ શારીરિક કાર્ય ન કરવાથી યુરિક એસિડ વધી શકે છે. વાસ્તવમાં, શરીરની ઓછી હિલચાલને કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે, જેના કારણે યુરિક એસિડ યોગ્ય રીતે બહાર નીકળી શકતું નથી. આવી સ્થિતિમાં, દર કલાકે થોડી વાર ઉઠીને ચાલવાનો પ્રયાસ કરો.
3/6
અમૂક ખાદ્ય વસ્તુઓમાં 'પ્યુરિન' નામનો પદાર્થ વધુ હોય છે, તેના સેવનથી યુરિક એસિડ વધે છે. તમને જણાવી દઈએ કે લાલ માંસ (જેમ કે મટન), સીફૂડ (જેમ કે માછલી, ઝીંગા), અને કેટલાક કઠોળ યુરિક એસિડ વધારી શકે છે. યુરિક એસિડમાં આ વસ્તુઓનો વપરાશ ઓછો કરો.
4/6
દારૂ ખાસ કરીને બીયર અને મીઠા સોફ્ટ ડ્રિંક્સ પીવાથી યુરિક એસિડ ઝડપથી વધે છે. આ વસ્તુઓ યુરિક એસિડ બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને તેને દૂર કરવામાં પણ અવરોધ ઉભો કરે છે. તેથી આ પીણાં શક્ય તેટલા ટાળવા જોઈએ.
5/6
મોડે સુધી જાગવાની આદત હોય જેના કારણે તમે ઓછી ઊંઘ લો છો અથવા પૂરતી ઊંઘ નથી લેતા તો તેનાથી શરીરમાં તણાવ વધે છે અને તેનાથી યુરિક એસિડ વધી શકે છે. તેથી 7-8 કલાક ઊંઘ લેવાનો પ્રયાસ કરો.
6/6
પાણી શરીરમાંથી ગંદકી અને ખરાબ વસ્તુઓને બહાર કાઢવામાં મદદ કરે છે, જેમાં યુરિક એસિડનો પણ સમાવેશ થાય છે. પૂરતું પાણી ન પીવાથી યુરિક એસિડ પેશાબ દ્વારા બહાર નીકળી શકતું નથી અને શરીરમાં જમા થવા લાગે છે. તેથી દિવસમાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો.
Sponsored Links by Taboola