Health: સાવધાન, બાળકને ભૂલથી પણ ન ખવડાવશો મધ,આ બીમારીનું વધી શકે છે જોખમ, જાણો કારણો
જન્મ પછી બાળકને સ્વસ્થ રાખવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. ઘણી જગ્યાએ, જન્મ પછી તરત જ નવજાત શિશુને મધ આપવામાં આવે છે. જો કે, બાળકો માટે તે કેટલું સલામત છે તે જાણવાનો ભાગ્યે જ કોઈએ પ્રયત્ન કર્યો છે. આવી સ્થિતિમાં, આ તમને જણાવીશું કે બાળકને મધ આપવું યોગ્ય છે કે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાળકના જન્મ પછી, દાદીમા ઘણીવાર તેમને મધ ચાટાડતા હોય છે. જો કે આ પરંપરાગત પદ્ધતિ ધીમે ધીમે ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે અને હાલ પણ ઘણા લોકો તેમના નવજાત બાળકોને મધ ચટાડે છે તે માટે જે બિલકુલ યોગ્ય નથી તેના કારણે બાળકને આ બીમારી થઇ શકે છે.
મધમાં ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયાના બીજકણ હોય છે. આ બેક્ટેરિયા જમીનમાં જોવા મળે છે અને મધમાખીઓ તેને પોતાના મધપૂડામાં લાવે છે.
આ બેક્ટેરિયા બોટ્યુલિઝમ નામની ગંભીર બીમારીનું કારણ બની શકે છે. શિશુ બોટ્યુલિઝમ ખૂબ સામાન્ય છે, ખાસ કરીને નવજાતમાં. એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ બીજકણથી પોતાને બચાવવા માટે તેમના આંતરડામાં સારા બેક્ટેરિયા હોતા નથી, જેના કારણે બાળક ખૂબ બીમાર થઈ શકે છે.
મધ ગમે તે સ્વરૂપમાં હોય, તેને એક વર્ષથી નાના બાળકોને આપવાનું ટાળવું જોઈએ, પછી ભલે તે ચાસણીના રૂપમાં હોય કે બેકરીની વસ્તુના રૂપે. બોટ્યુલિઝમના લક્ષણો 6 કલાકથી 30 દિવસમાં દેખાવા લાગે છે.
આ લક્ષણો દેખાય તો બાળકને વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લેવી જોઇએ. કબજિયાત આંખો મીંચવી,શ્વાસ લેવામાં તકલીફ થવી, વીક દેખાવવા લાગવું, લાળ ટકપવી, આ બધા લક્ષણો બોટ્યુલિઝમના છે.
આ ઉબરાતં કારણ વગર બાળક રડતું હોય.થાકેલું લાગતુ હોય, ચીડિયાપણું, ખાવામાં તકલીફ ગળવામાં મુશ્કેલી, ચહેરાના હાવભાવ ખતમ થઇ જવા બધા જ બોટ્યુલિઝમના લક્ષણો છે.