વધારે બીયર પીધા બાદ કેમ બહાર નિકળે છે પેટ ? નહીં જાણતા હોવ કારણ

દારૂ પ્રેમીઓમાં બીયર એક એવું પીણું છે જેની માંગ દરેક સીઝનમાં રહે છે. જો કોઈને બિયરનો શોખ હોય તો તેને દરેક કિંમતે બિયર જોઈએ છે. બીયરનું સેવન કરનારાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઉનાળો આવતાની સાથે જ બીયરની માંગ ચરમસીમાએ પહોંચી જાય છે. ઉનાળામાં, બીયર પ્રેમીઓને માત્ર એક બહાનું જોઈએ છે. ચા અને કોફી પછી પણ બીયર સૌથી પીવામાં આવતી ડ્રિંક્સ છે.

તમે નોંધ્યું હશે કે જે લોકો વધુ પડતી બીયર પીતા હોય છે તેમનું પેટ બહાર નિકળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બીયર પીવાથી પેટ શા માટે બહાર નિકળે છે ?
બીયરમાં આલ્કોહોલ હોય છે. આ ચરબી બર્ન કરવાની આપણી ક્ષમતાને અવરોધે છે. જ્યારે બીયર પેટમાં હોય છે ત્યારે તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીને બર્ન કરવામાં અવરોધ ઉત્પન્ન કરે છે.આ કારણે પેટમાં ચરબી જમા થવા લાગે છે.
ચરબી વધારવાનું બીજું કારણ બીયર પીવાની આખી પ્રક્રિયા છે. ખરેખર, બીયર આપણી ભૂખ વધારે છે. બીયર પીધા પછી લોકો દબાવીને ખાય છે અને સૂઈ જાય છે, જેના કારણે આપણું પેટ વધવા લાગે છે.
એક કારણ એ છે કે જ્યારે બિયર આપણા પેટમાં હોય છે, ત્યારે આપણું લીવર ખોરાકને પચાવવાને બદલે આલ્કોહોલને પચાવવાનું શરૂ કરે છે, જેનાથી ચરબી વધે છે.