Benefits Of Date: ખજૂરની સાથે કરો દિવસની શરૂઆત, સેવનથી થાય છે આ ગજબ ફાયદા
શિયાળામાં ખજૂર ખાવાના અનેક ફાયદા થાય છે. નિષ્ણાતો કહે છે કે, જો દિવસની શરૂઆત ખજૂરથી કરવામાં આવે તો તમે હંમેશા ફિટ રહેશો. ખજૂરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તેનાથી કેન્સર જેવી બીમારી દૂર રહે છે. ખજૂર હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારો માનવામાં આવે છે. તેના ઉપયોગથી કબજિયાત, મેટાબોલિઝમ, વજન જેવી સમસ્યાઓ આવતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખજૂર ફાઇબરથી ભરપૂર છે. . જો તમે દરરોજ ખજૂર ખાઓ છો તો તેનાથી તમારા શરીરમાં ફાઈબરની માત્રા વધે છે.કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે.
ખજૂર એક એવું ફળ છે, જે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. તેમાં આયર્ન, ફોલેટ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6 જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે અનેક પ્રકારની બીમારીઓને દૂર કરે છે. તે સ્વાદિષ્ટ પણ છે અને મીઠા સ્વાદને કારણે લોકો તેનો ઉપયોગ કરે છે.
ખજૂરમાં ફ્રૂટકોઝ છે બિલકુલ ખાલી પેટે ખૂજર ખાવો નુકસાનકારક છે. તેનાથી પેટ ખરાબ થાય છે. ભરપેટ ખજૂર ખાવો પણ યોગ્ય નથી કારણ કે ખજૂરમાં મોજૂદ ફાઇબર પાચનની સમસ્યા વધારે છે.
તમે નાસ્તામાં અથવા દિવસ દરમિયાન ગમે ત્યારે ખજૂર ખાઈ શકો છો. તેને ખાવાથી એનર્જી મળે છે. આનાથી આંતરડાના કીડા પણ મરી જાય છે. સવારે ખજૂર ખાવાથી શરીરના કેટલાક ભાગો સારી રીતે સાફ થાય છે. હૃદય અને લીવરની તંદુરસ્તી પણ સુધરે છે.
ખજૂરમાં મળતું એન્ટીઓક્સીડેન્ટ સ્કિનને ગ્લોઇંગ બનાવે છે અને હેર પણ હેલ્ધી બને છે. આના બીજા પણ ઘણા ફાયદા છે.