Best Exercise: વોકિંગ, જોગિંગ કે રનિંગ, ઝડપી વજન ઘટાડવા માટે કયું વધુ સારું?
Best Exercise: સ્વસ્થ રહેવા માટે શરીર સ્લિમ, એક્ટિવ અને ફીટ હોવું જરૂરી છે. તેના માટે રોજ કોઈને કોઈ પ્રકારની એક્ટિવિટી કરવી જરૂરી છે. શરીરને સક્રિય રાખવા માટે વોક, જોગિંગ અને રનિંગ ત્રણેય ઉત્તમ છે.

પ્રતિકાત્મક તસવીર
1/7
રોજ વોક કરવાથી શરીર અને મન બંને એક્ટિવ અને શાંત રહે છે. દરરોજ લગભગ એક કલાક ચાલવાથી વજન ઘટે છે. હૃદય સંબંધિત બીમારીઓથી બચવા માટે વોક અસરકારક માનવામાં આવે છે.
2/7
થોડો સમય વોક કરવાથી બ્લડ શુગર લેવલ ઘટે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. વોક કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર પણ સામાન્ય રહે છે. હાઇપરટેન્શનના દર્દીઓ માટે રોજ ચાલવું લાભદાયી છે.
3/7
જોગિંગ કરવાથી વજન વધુ ઝડપથી ઘટે છે. જોગિંગમાં ગતિ રનિંગ કરતાં ઓછી હોય છે. જોગિંગ લાંબા સમય સુધી થાક્યા વગર કરી શકો છે. લગભગ 25થી 30 મિનિટની જોગિંગથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
4/7
જોગિંગ કરવાથી વધુ કેલરી બર્ન થાય છે. શરીર પર તેનો અસર ઝડપથી દેખાય છે. જોગિંગ હૃદય માટે ઉત્તમ કસરત છે. તે બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ અને લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારીઓને નિયંત્રિત કરે છે.
5/7
રનિંગ એક હાઈ ઇન્ટેન્સિટીનું વર્કઆઉટ છે. કેલરી બર્ન કરવા માટે રોજ 20થી 30 મિનિટ દોડવું પૂરતું માનવામાં આવે છે. વજન ઘટાડવા માટે રનિંગ સૌથી અસરકારક વ્યાયામ છે. રનિંગથી હૃદય મજબૂત બને છે.
6/7
શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલ, બ્લડ શુગર અને બ્લડ પ્રેશર ઘટાડવામાં તે મદદ કરે છે. દોડવાથી માનસિક તણાવ ઓછો થાય છે. મસલ્સ મજબૂત બને છે. ફેફસાંની કાર્યક્ષમતા વધે છે. ઉપરાંત રનિંગથી યાદશક્તિમાં સુધારો થાય છે.
7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 17 Mar 2026 11:39 AM (IST)