સારવાર છતાં વારંવાર કેન્સર થવાના આ છે ચાર મોટા કારણો
ક્યારેક એવું બને છે કે કેન્સર થોડા સમય પછી ફરી થાય છે. આ ખૂબ જ નિરાશાજનક છે. ત્યારે સવાલ એ થાય છે કે કેન્સર સારવાર પછી પણ કેમ ફરીથી થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારવાર મેળવી હોવા છતાં કેન્સર વારંવાર થવાના ઘણા કારણો હોઈ શકે છે. અહીં 4 મુખ્ય કારણો તમને જણાવવામાં આવી રહ્યાં છે.
ઘણી વખત સારવાર બાદ પણ કેન્સર પાછું આવે છે. વાસ્તવમાં કેટલાક કેન્સર કોષો સારવારમાં જીવિત રહે છે અને પછી તેઓ ધીમે ધીમે વધવા લાગે છે. અથવા ક્યારેક શરીરમાં કેન્સરના નવા કોષો બને છે.
પ્રથમ કારણ શેષ કોષો છે. સારવાર લીધી હોવા છતાં કેટલાક કેન્સર કોષો શરીરમાં ટકી રહે છે અને પછીથી એક્ટિવ થઈ શકે છે. આ કોષો એટલા નાના હોય છે કે તેઓને શોધવા મુશ્કેલ હોય છે, અને તેઓ ધીમે ધીમે વિકસી શકે છે, જેનાથી કેન્સર ફરીથી થઈ શકે છે.
બીજું રોગપ્રતિકારક તંત્રની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે. ઘણી વખત શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે કેન્સરના બાકીના કોષો એક્ટિવ થઈ જાય છે.
ત્રીજું કારણ જીવનશૈલી સંબંધિત કારણો છે. ધૂમ્રપાન, વધુ પડતું આલ્કોહોલનું સેવન અને બિનઆરોગ્યપ્રદ આહાર જેવી આદતોના ફરીથી કેન્સર થાય છે ચોથું કારણ હોર્મોનલ પરિવર્તન છે. કેટલાક પ્રકારના કેન્સર, જેમ કે સ્તન કેન્સર હોર્મોન્સથી પ્રભાવિત હોય છે અને આ હોર્મોન્સમાં ફેરફાર કેન્સરનું જોખમ વધારી શકે છે.