Coffee with Ghee: ઘી વાળી કોફી કેમ બની રહી છે શિયાળાનું સુપર ડ્રિંક, જાણો તેના ફાયદા
Coffee with Ghee: જો તમે તમારી રોજની કોફીમાં એક ચમચી ઘી ઉમેરો તો એ એક સુપર ડ્રિંક બની જાય છે. આ કોફી તમને અંદરથી ગરમ રાખે છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે અનેક ફાયદા આપે છે.
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
શિયાળાની ઠંડીમાં દિવસની શરૂઆત ગરમ કોફીથી કરવાની ઘણા લોકોની આદત હોય છે. પરંતુ જ્યારે સામાન્ય કોફીમાં ઘી ભળે છે, ત્યારે તેની પોષક ક્ષમતા વધી જાય છે.
2/6
સાધારણ કોફીમાં રહેલું કેફીન અને ઘીમાં રહેલા હેલ્ધી ફેટ્સ સાથે મળીને મેટાબોલિઝમ વધારે છે. આ કારણે ભૂખ નિયંત્રણમાં રહે છે અને ઓવરઈટિંગ થતું અટકે છે.
3/6
શિયાળાની ઠંડી હવા ત્વચાનો ભેજ ખેંચી લે છે, જેના કારણે ત્વચા સૂકી અને બેજાન દેખાય છે. ઘીમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન A ત્વચાને અંદરથી પોષણ આપે છે.
4/6
કેટલાક લોકોને કોફી પીવાથી એસિડિટી કે પેટમાં બળતરા થાય છે. ઘી પાચનતંત્ર માટે લુબ્રિકન્ટની જેમ કામ કરે છે, જેના કારણે પાચન સારી રીતે થાય છે. તે કબજીયાત જેવી સમસ્યાને દૂર કરે છે અને આંતરડાંને સ્વસ્થ રાખે છે.
5/6
ઘીમાં રહેલા હેલ્ધી ફેટ્સ અને એન્ટીઑક્સિડન્ટ્સ શરીરની ઇમ્યુનિટી મજબૂત બનાવે છે. ઘી વાળી કોફી પીવાથી મગજ સક્રિય રહે છે અને શરીર શિયાળાના મોસમમાં વધુ મજબૂત અને તંદુરસ્ત બને છે.
Continues below advertisement
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી
Published at : 04 Jan 2026 01:59 PM (IST)