Dates : શિયાળામાં આ સમયે કરો ખજૂરનું સેવન, ડબલ ફાયદા થશે
Dates : શિયાળામાં આ સમયે કરો ખજૂરનું સેવન, ડબલ ફાયદા થશે
પ્રતિકાત્મક તસવીર
1/6
શિયાળામાં શરીરને ગરમ રાખતા ખોરાકની માંગમાં વધારો થાય છે. ઠંડી દરમિયાન ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાં વિટામિન, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. વહેલી સવારે ખજૂર ખાવાથી ડબલ ફાયદા થશે. તમે ખાલી પેટ ખજૂરનું સેવન કરી શકો છો.
2/6
ખજૂરનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી પેટ ભરેલું લાગે છે, જે વધુ પડતું ખાવાનું અટકાવે છે. આયર્ન સમૃદ્ધ ખજૂર હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે, ખાસ કરીને જેઓ એનિમિયાથી પીડાય છે તેમના માટે ફાયદાકારક છે.
3/6
આ ઉપરાંત ખજૂર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો દરરોજ ખજૂરનું સેવન કરવામાં આવે તો તો તમને અનેક સ્વાસ્થ્ય લાભ થશે.
4/6
સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે અને પાચનક્રિયા સુધરે છે. આખી રાત ખજૂરને પાણીમાં પલાળીને ખાવાથી તે સરળતાથી પચી જાય છે એટલું જ નહીં તેના ફાયદા પણ ડબલ થાય છે.
5/6
દૂધ સાથે ખજૂરના સેવનથી પણ ઘણા ફાયદા થશે. ખજૂર રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. જો વજન વધારવા માંગતા હોય તો રાત્રે સૂતા પહેલા ઘી સાથે ખજૂરનું સેવન કરો. તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
6/6
ખજૂરનું મર્યાદિત માત્રામાં જ સેવન કરવું જોઈએ. વધુ પડતા ખજૂરના સેવનથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ બાદ જ ખજૂરનું સેવન કરવું જોઈએ.
Published at : 13 Dec 2024 02:23 PM (IST)